- બારેજા વિસ્તારમાં ગેસનો બાટલો ફાટ્યો
- 9 શ્રમિકોના થયા મૃત્યુ
- શિવરાજસિંહ ચૌહાણે ટ્વીટ કરીને 4 લાખની સહાય જાહેર કરી
અમદાવાદ: બારેજા વિસ્તારમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. જેમાં આ ઘટનામાં ગેસ બ્લાસ્ટનાં કારણે 9 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે મળતી માહિતી પ્રમાણે બારેજા વિસ્તારમાં ફેક્ટરીમાં મજુરી કામ કરતા અને આસપાસના વિસ્તારમાં ઓરડીઓ બાંધીને રહેતા શ્રમજીવીઓના ઘરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા 10 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જે તમામને પહેલા નજીકની હોસ્પિટલ અને ત્યાર બાદ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે માટે ખસેડવામાં આવ્યા હતા.
શ્રમજીવી મધ્યપ્રદેશથી રોજી રોટી અર્થે ગુજરાતમાં આવ્યા હતા
તમામ શ્રમજીવી મધ્યપ્રદેશથી રોજીરોટી અર્થે ગુજરાતમાં આવ્યા હતા અને ફેક્ટરીમાં કામ કરતા હતા. ઘટનાની જાણ મધ્યપ્રદેશ સરકારને થતા મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ (Shivraj Singh Chouhan)એ પણ ટ્વીટ કરીને ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું હતું અને રાહતની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો:UP : ગોંડાના ટીકરી ગામે રસોઇ કરતી વખતે ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ, 8ના મોત