- કોરોના સંક્રમણ બાદ દર્દીની હાલત બની હતી ગંભીર
- 120 દિવસ હોસ્પિટલમાં અને 60 દિવસ ઘરે લીધી સારવાર
- કોરોનાને લીધે દર્દીના મગજ/કિડની અને ફેફસાં પર થઇ હતી ગંભીર અસર
અમદાવાદ: રાજ્યમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. જેને લઇ રાજ્ય સરકાર દ્વારા સતર્કતા દાખવામાં આવી રહી છે ત્યારે કચ્છના રહેવાસી કિશોરસિંહ જાડેજા ઉંમર 67 વર્ષના દર્દીને કોરોના થતા તેઓએ તેને શરુઆતમાં કાળજી લીધી નહોતી. ત્યારબાદ એકાએક કોરોનાના કારણકે શરીરના અંગો પર અસર જોવા મળી હતી. જેના કારણે દર્દી કિશોરસિંહની તબિયત વધુ લથડી જતા અમદાવાદ સ્થિત રહેતા પુત્રને જાણ કરવામાં આવી હતી.
120 દિવસ હોસ્પિટલમાં અને 60 દિવસ ઘરે લીધી સારવાર આ પણ વાંચો:જાણો કોરોનાના દર્દીને અપવામાં આવતા રેમડેસીવીર ઇન્જેક્શનની ઉપયોગીતા
અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવા કચ્છના ડૉક્ટરોનું સૂચન
અમદાવાદ સ્થિત રહેતા પુત્રને જાણ થતાની સાથે જ પુત્ર તથા પુત્રવધૂ કચ્છ પહોંચી ગયા હતા અને ત્યાંથી દર્દી કિશોરસિંહને તાત્કાલિક અમદાવાદ લાવવામાં આવ્યા હતા. અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. દર્દીને જ્યારે કોરોના પોઝિટિવ આવ્યા ત્યારે તેમને કોઈપણ જાતના શરીરમાં રોગ ન હતા. ગોવિંદ હોસ્પિટલમાંથી નેગેટિવ થયા બાદ તેમને ફાઈબ્રોસિસ થયેલો ગતો. જેથી દર્દીને ખાનગી હોસ્પિટલમાં સિનિયર ડોક્ટરોની પેનલ સાથે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ દર્દીને ફેફસા ઉપરાંત શરીરના અન્ય અવયવોમાં જેવા કે, મગજ અને કિડનીમાં પણ ઇન્ફેક્શન જોવા મળ્યા હતા. આની સાથે ફેફસામાં પણ પંચર પડ્યું હતું. જેના કારણે શરીર ફૂલી ગયું હતું અને સ્નાયુઓ નબળા પડી ગયા હતા. ફેફસાના ચેપને સુધારવા માટે ફાઈબ્રોસિસથી ફેફસા પૂર્ણ શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરી શકે તેમ પણ ન હતા. જેના કારણોસર વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ઘરે બનાવ્યો ICU રૂમ
દર્દી કિશોરસિંહને શરીરના અનેક અંગોમાં ઇન્ફેક્શન થવાના કારણે વેન્ટિલેટરનો સહારો લેવો પડ્યો હતો. તે વેન્ટિલેટરના સહારે જીવી શકે તેવી પરિસ્થિતિ ઉભી પણ થઈ હતી. દર્દીને સારવાર દરમિયાન તેમને આંચકી / તાણ પણ આવેલા હતા. જેના માટે મગજના નિષ્ણાંત ડોક્ટર વિશાણા દ્વારા સારવાર આપવામાં આવેલી હતી. ધીમે-ધીમે દર્દીની તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો. જેને કારણે ડૉક્ટરોએ પરિવારજનો જોડે ચર્ચા કર્યા બાદ દર્દી અન્ય કોઈપણ ઈન્ફેક્શનનો ભોગ ન બને તેવા હેતુસર તેમને ઘરે આ બધી જ સારવાર આપવાનો નિર્ણય કર્યો હતો. જ્યાં એમને કુલ 60 દિવસ જેટલી સારવાર ઘરમાં આપવામાં આવી હતી. જેમાં વેન્ટિલેટર સહિત તમામ વ્યવસ્થાઓ ઘરે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ કારણોસર દર્દીના પરિવારજનોએ નક્કી કર્યું કે, અમદાવાદ સ્થિત ઘરે જ મીની હોસ્પિટલ બનાવવામાં આવે જે બાદ સિનિયર ડોક્ટરોના અભિપ્રાય બાદ ઘરે સમગ્ર વ્યવસ્થા હોસ્પિટલમાં હોય તે જ પ્રકારે ગોઠવવામાં આવી હતી.
ડોક્ટરોના અભિપ્રાય બાદ ઘરે સમગ્ર વ્યવસ્થા ગોઠવી
જેમાં ખાનગી હોસ્પિટલના ICUમાં નિષ્ણાંત ડોક્ટર મેડિકલ ઓફિસર તથા નર્સિંગ સ્ટાફની ટીમ દ્વારા દર્દીની દરેક પળેપળની માહિતી વીડિયો કોલ કરીને જણાવવામાં આવતી હતી. બધા પ્રકારની એન્ટિબાયોટિક ડ્રગ, જે ઇન્જેક્શનમાં વપરાય છે તે બધી જ આ દર્દીમાં વાપરેલા છે. ધીમે-ધીમે દર્દીની તબીયતમાં હકારાત્મક સુધારો જોવા મળ્યો હતો, પરંતુ ઘરે સારવાર લઈ રહેલા દર્દી કિશોરસિંહને અચાનક જ ઓક્સિજન લેવા માટે તકલીફ પડતાં ફરી એક વખત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સિનિયર ડોક્ટરોએ તેમના કેટલાક ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું.
આ પણ વાંચો:અરવલ્લીમાં કાર્યરત સરકારી દવાખાના ગરીબ અને મધ્યમ વર્ગ માટે આર્શિવાદ સમાન
ગમે તે થવું હોય તે થાય પરંતુ પિતાને બચાવી લઈશું - પુત્રવધૂ
પિતાને બચાવવા માટે દીકરીનો ફાળો ખૂબ મહત્વનો જોવા મળતો હોય છે. પિતા માટે દીકરી એક શ્વાસ સ્વરૂપે જોવા મળતી હોય છે, ત્યારે દર્દી કિશોરસિંહના કિસ્સામાં પુત્રવધૂ તરીકે ઘરમાં આવેલી દીકરીએ નક્કી કર્યું હતું કે, ગમે તે થાય પણ પિતાને બચાવી લઈશું અને મક્કમતા સાથે જ દર્દી કિશોરસિંહના પુત્ર અને સાથે જ પરિવારના સભ્યોને હિંમત હતી. પુત્રવધુ દર્દી કિશોરસિંહની સાથેને સાથે જ રહી અને કઠિન પરિસ્થિતિઓમાં પણ હિંમત વધારી રહી હતી. જે પરથી એક વાત નક્કી થઈ કે દીકરી ક્યારે પણ પારકી થાપણ કહી શકાય નહીં.
ફેફસાં, મગજ સહિત કિડની સારવાર માટે હોસ્પિટલમાં લીધી 120 દિવસોની સારવાર
કોરોના સંક્રમિત થયા બાદ શરીરના અનેક અંગો પર તેની અસર જોવા મળતા કચ્છ બાદ અમદાવાદમાં સારવાર માટે આવ્યા હતા. જ્યાં 120 દિવસ જેટલી લાંબી સારવાર હોસ્પિટલમાં તેઓએ લીધી હતી. જ્યારે 60 દિવસ જેટલી સારવાર ઘરે લેવામાં આવી હતી. હાલ તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે અને તેમાં તેમના સગા-સંબંધીનો સંપૂર્ણ ફાળો રહેલો છે. આવા સમયે કોઈપણ વ્યક્તિ માનસિક રીતે નપાસ થતી જોવા મળતી હોય છે. આ દર્દીના કિસ્સામાં તદ્દન હકારાત્મક વલણ જોવા મળ્યું હતું. દર્દીએ ડૉક્ટર પર સંપૂર્ણ વિશ્વાસ અને ધીરજ દાખવી તેમની સારવારની સલાહ માનેલી હતી. આજના યુગમાં એ બાબત દર્શાવે છે કે, કોઈ પણ જટિલ બીમારીને હરાવી હોય તો તે દર્દીના અને તેમના પરિવારના વિશ્વાસ અને ધીરજથી શક્ય બનતું હોય છે.
પરિવારજનોએ સામાન્ય જનતાને આપ્યો સંદેશો
કોરોના મહાકાળની અંદર અનેક વિકટ પરિસ્થિતિનો સામનો કર્યા બાદ જ્યારે પરિવાર કઠિન પરિસ્થિતિમાંથી બહાર આવ્યો છે, ત્યારે સામાન્ય જનતાઓને સંદેશ આપ્યો છે કે, કોરોના અંગે ક્યારેય પણ બેદરકારી રાખવી જોઈએ નહીં. સોશિયલ ડિસ્ટન્સથી બહાર નીકળીએ ત્યારે માસ્ક અચૂક પહેરવું, સાથે ઘરમાં પ્રવેશતા જ હાથ-પગ, મોં ધોઇ લેવા તે ખૂબ જરૂરી બન્યું છે. આજે આ પરિવાર પરમ કૃપાળુ પરમાત્માના કારણે રૂપિયા ટકે સંપન્ન હતો. જેથી દર્દીની સારવાર 15 લાખ કરતા પણ વધુને ખર્ચે કરાવી હતી. જોકે એક નાનકડી ભૂલ પણ તમારા દ્વારા કરવામાં આવશે તો તેનું પરિણામ અનેક ગણું મોટું આવી શકે છે. આ વિકટ પરિસ્થિતિની અંદર અનેક ગણું ધ્યાન રાખવું ખુબ જરૂરી બનતું હોય છે.