- અમદાવાદ ગ્રામ્યમાં લૂંટ કેસનો ભેદ ઉકેલાયો
- 3 જ કલાકમાં આરોપીઓને પોલીસે દબોચી લીધા
- 44 લાખ 50 હજારની થઈ હતી લૂંટ
અમદાવાદ : તાજપુર પાટિયા પાસે આવેલી મધુ ફ્રેગ્નેન્સ કંપનીના કર્મચારીઓના પગારના રૂપિયા લઈને બાઈક પર જતા ઓપરેટર સંદીપ યાદવ અને સનોજકુમાર શર્મા પર ચાંગોદર રેલવે ક્રોસિંગ પાસે લાકડાંના દંડાથી 5 શખ્સોએ હુમલો કર્યો હતો. સંદીપ યાદવને આરોપીએ હાથ લાકડાનો ફટકો મારતા બાઈક પરથી બન્ને નીચે પટકાયા હતા. એક શખ્સે સનોજકુમારને માથામાં લાકડાનો દંડો મારી બેહોશ કર્યો હતો. હુમલાખોરો રૂપિયા 44.50 લાખની રોકડ ભરેલા થેલાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. બીજી તરફ ચાંગોદર પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. ઇજાગ્રસ્ત સનોજકુમારને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યા તેને માથાના ભાગે 19 ટાંકા લેવામાં આવ્યા હતા.
મોબાઈલ ટાવર લોકેશન આધારે પકડાયા આરોપીઓ
સમગ્ર ઘટનાની જાણ થતા અમદાવાદ ગ્રામ્ય પોલીસની ટીમ આરોપીઓને ઝડપી લેવા સક્રિય બની હતી. અમદાવાદ ગ્રામ્યના DySP કે. ટી. કામરીયા અને PI વી. ડી. મંડોરાએ ચાંગોદર પોલીસની ત્રણ ટીમ અને LCBની એક ટીમ સહિત 4 ટીમોને આ કેસની તપાસ સોંપી હતી. પોલીસ તપાસમાં આરોપીઓ લૂંટ કરી રહેણાંક વિસ્તારની જગ્યાએ ઝાડીઓ તરફ ભાગ્યા હતા. પોલીસે આરોપીઓને ચારે તરફથી ઘેરી મોબાઈલ ટાવર લોકેશન આધારે પકડી લીધા હતા.