અમદાવાદઃ ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યા કરવા માટે આવેલો શાર્પ શૂટર ઈરફાનની ATSએ થોડા દિવસો અગાઉ રીલીફરોડ પાસેની એક હોટલમાંથી ધરપકડ કરી હતી. ત્યારે આરોપીની પૂથપરછમાં અન્ય પણ લોકોના નામ સામે આવતા ATSએ મુંબઈના ત્રણ, બેંગલોરનો એક અને અકોલામાંથી એક આરોપીને ઝડપી પાડ્યા છે. વધુ પાંચ આરોપીની ધરપકડ થતા આ મામલે કુલ 6 આરોપીની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે.
આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ લોકો છોટા શકીલના સાગરિતો હતા અને ઇરફાનના સતત સંપર્કમાં હતા. જેમાં હથિયાર માટે પણ તેમણે મદદ કરી હતી. વધુ પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, આ લોકોની સાથે અન્ય 2 લોકોનું નામ જોડાયેલું છે, જે છોટા શકીલના કહેવાથી કામ કરી રહ્યા હતા. મુન્ના જીગરા છોટા રાજન પર ભૂતકાળમાં ફાયરિંગ કરી ચૂક્યો હતો, જે માટે તે થાઈલેન્ડમાં 16 વર્ષની જેલ પણ ભોગવી ચૂક્યો હતો. ત્યારબાદ તે પાકિસ્તાન જતો રહ્યો હતો અને છોટા શકીલ સાથે કામ કરવા લાગ્યો હતો.