ગુજરાત

gujarat

ETV Bharat / city

વિરમગામ શહેરમાં તૌકતે વાવાઝોડાના કારણે નુકસાન, વાવાઝોડાએ તારાજી સર્જી - Viramgam News

વિરમગામ શહેરમાં તૌકતે વાવાઝોડામાં પવન સાથે વરસાદ વરસ્યો હતો અને અગાઉથી તંત્ર દ્વારા વાવાઝોડાને લઈ નુકસાન ન પહોંચે તે માટે લોકોને સજગ કરી ઘરની બહાર ન નીકળવા માટે માઇક ઉપર એલાઉન્સ કરવામાં આવ્યું હતું. શહેરના લુહારકોડ વિસ્તારમાં ચાલુ વરસાદે વીજ ટ્રાન્સફોર્મરમા આગ ભભૂકી ઉઠી હતી અને રામભાઈની ચાલી પાસે મોબાઇલ ટાવર ફોરવીલ ઉપર પડતા ફોરવીલ ગાડીને પણ નુકસાન થયું હતું અને ગોળપીઠાની અંદર વિજશોક લાગવાથી ગાયનું મોત નીપજ્યું હતું. વિરમગામ પોલીસ પ્રશાસન દ્વારા 400 જેટલા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું હતું.

tauktae cyclone
tauktae cyclone

By

Published : May 19, 2021, 10:52 PM IST

  • આજે બુધવારે વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું
  • પવનથી મંગલમ સોસાયટી આગળ રહેતા શ્રમજીવીના ઝુપડા ઉડ્યા
  • વિરમગામમાં મોબાઇલ ટાવર ફોરવીલ ઉપર પડવાથી ફોરવીલને નુકસાન

અમદાવાદ : વિરમગામ શહેરમાં તૌકતે વાવાઝોડામાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. અગાઉ તંત્ર દ્વારા વાવાઝોડાને લઈને જાનમાલને નુકસાન ન પહોંચે તે માટે લોકોને સજગ કરી ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઇ હતી અને વિરમગામ શહેરમાં બે દિવસમાં વરસાદ બે ઇંચ જેટલો નોંધાયો હતો. તેથી નીંચાણવાળા વિસ્તારોમાં અને રાજમાર્ગો પર વરસાદી પાણી ભરાયા હતા.

વિરમગામ શહેરમાં તૌકતે વાવાઝોડાના કારણે નુકસાન

આ પણ વાંચો : તૌકતે વાવાઝોડાને લઈ કેન્દ્રએ ગુજરાતને 1000 કરોડ રૂપિયાની આર્થિક સહાય જાહેર કરી

તંત્ર અને પોલીસની પ્રશંસનીય કામગીરી

તંત્ર દ્વારા વાવાઝોડાને લઈને જાનમાલને નુકસાન ન પહોંચે તે માટે લોકોને સજગ કરી ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઇ હતી. વિરમગામ પોલીસ પ્રશાસન દ્વારા 400 લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાયું હતું અને પોલીસ પ્રશાસન સહિત સેવાભાવી સંસ્થા દ્વારા અસરગ્રસ્તોની જમવાની વ્યવસ્થા કરી હતી.

આ પણ વાંચો : પાટણ જિલ્લામાં વાવાઝોડાની નહિવત અસર

શહેરમાં વાવાઝોડાથી નુકસાન

વિરમગામ શહેરમાં ચાલુ વરસાદે વીજ ટ્રાન્સફોર્મરમાં આગ ભભૂકી ઉઠી હતી. ગોળપીઠામાં વીજ શોક લાગવાથી ગાયનું મોત નીપજ્યું હતું અને રામભાઈની ચાલી પાસે મોબાઇલ ટાવર ફોરવીલ ઉપર પડતા ફોરવીલ ગાડીને પણ નુકસાન થયું હતું. વિરમગામ તંત્ર, પોલીસ અને સેવાભાવી સંસ્થાની કામગીરી બિરદાવા લાયક છે. વાવાઝોડાની અંદર લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાઈ અસરગ્રસ્તોને ફૂડ પેકેટ અને જમવાની વ્યવસ્થા કરી હતી.

ABOUT THE AUTHOR

...view details