- નારોલ વિસ્તારમાં એકસાથે ૪૦ કબૂતર ના મોત
- નલાંભાથી પશુ દવાખાનાની ટીમ ઘટના સ્થળ પર
- મૃત પક્ષીઓના મૃતદેહ સેમ્પલ ભોપાલ મોકલાશે
બર્ડ ફ્લૂના ભય વચ્ચે અમદાવાદમાં 40 કબૂતરના મોત - મૃત પક્ષીઓનો નિકાલ
ઘણા સમયથી બર્ડ ફ્લૂના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં પણ આજે એકસાથે 40 જેટલા કબૂતરોના મોત નિપજ્યા છે. જેને લઇને તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
નારોલ વિસ્તારમાંથી મૃત કબૂતર
અમદાવાદ : નારોલમાં આવેલ આકૃતિ ટાઉનશીપમાં ગુરુવારે સવારથી સાંજ સુધીમાં 40થી વધુ કબૂતર ના મોત નિપજ્યા છે. જેને લઇને લાંભાથી પશુ દવાખાનાની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. ગાઇડલાઇન પ્રમાણે કબુતરનો નિકાલ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી હતી.