- કોંગ્રેસના ધારાસભ્યોએ 'વિશ્વ જળ દિવસે' વિધાનસભામાં પુછ્યા પ્રશ્ર્નો
- 18 હજાર જેટલા ગામડાઓમાંથી 3500 જેટલા ગામડાઓમાં નળ નહીં
- 20 ટકા ગામડા પાણી માટે સ્થાનિક સોર્સ ઉપર નભે છે
અમદાવાદ:કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ 22 માર્ચના રોજ વિધાનસભામાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાને જૂથ પાણી પુરવઠા યોજના અંગે પુછેલા પ્રશ્નના જવાબમાં સરકારે નીચે મુજબ માહિતી પૂરી પાડી હતી.
અનુસૂચિત જનજાતિ વિસ્તારમાં સૌથી વધુ સમસ્યા
રાજ્ય સરકાર 'નલ સે જલ'ના દાવાઓ કરે છે, પરંતુ રાજ્યની વરવી વાસ્તવિકતા એ છે કે, રાજ્યમાં 3,507 ગામોને હજુ સુધી જૂથ પાણી પુરવઠા યોજના સાથે જોડવાના પણ બાકી છે. આ 3,507 ગામો સ્થાનિક સોર્સથી પાણી મેળવે છે. એટલે કે રાજ્યના 20% કરતાં વધુ ગામો સ્થાનિક સોર્સથી પાણી મેળવવા મજબૂર છે. સૌથી વધુ વલસાડ-307, છોટાઉદેપુર-290, વડોદરા-283, નવસારી-269 અને દાહોદ-254 ગામોની જુથ પાણી પુરવઠા યોજનાથી જોડવાના બાકી છે.