અમદાવાદ: અમદાવાદ પૂર્વ વિસ્તાર (ahmedabad east area), એરપોર્ટ, સરદારનગર, નરોડા, કૃષ્ણનગર, નારોલ જેવા હાઇવેવાળા માર્ગ ઉપર પોલીસ દ્વારા વાહનો અને બહારથી આવતા લોકોનું સઘન ચેકિંગ (vehicle checking by ahmedabad police) કરવામાં આવી રહ્યું છે.31st ડિસેમ્બરમાં દારૂની રેલમછેલ અટકાવવા તેમજ કોઈપણ અનિચ્છનીય ઘટના ન થાય તે માટે પોલીસ તંત્રએ દરેક લોકો અને વાહન ચાલકોનું મુખ્યમાર્ગો અને અંતરિયાળ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે. પોલીસે પોતપોતાના પોલીસ સ્ટેશનની હદની આજુબાજુમાં ચુસ્ત બંદોબસ્ત (police bandobast in ahmedabad) ગોઠવી દેતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.
પોલીસનું સઘન પેટ્રોલિંગ
જિલ્લા પોલીસવડાના આદેશથી વાહન ચેકિંગ હાથ ધરાયું છે. નવા વર્ષની ઉજવણી (31st Celebration 2021)ને લઈ બુટલેગરો સક્રિય ના થયા તે માટે વિસ્તારોમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. 31 ડિસેમ્બરની ઉજવણીમાં જોડાઈને કોવિડ-19 ગાઈડલાઈન્સ (Covid 19 guidelines Gujarat)નો ભંગ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું પોલીસ વિભાગના સૂત્રો દ્વારા જણાવાયું હતું.
શહેરમાં પોલીસ પોઈન્ટ અને પેટ્રોલિંગ વધારવામાં આવ્યું
કોરોના (Corona In Gujarat)ને લઇને કેટલાક પ્રતિબંધો છે તેવામાં હવે અમદાવાદ પોલીસે પણ એક્શન પ્લાન તૈયાર કરી લીધો છે. 31 ડિસેમ્બરે પોલીસ સતત પેટ્રોલિંગ (ahmedabad police patrolling) ચાલું રાખશે. આ દરમિયાન જો કોઈ દારૂ પીને નીકળતા પકડાશે તો તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. ક્રાઈમ બ્રાંચના JCP પ્રેમવીર સિંઘે જણાવ્યું કે, કોરોનાના કેસ વધી રહ્યા છે અને સેલિબ્રેશન અંગે પણ કોઈએ મંજૂરી માગી નથી. સાથે જ તેમણે લોકોને માસ્ક પહેરવા અને ભીડભાડવાળા વિસ્તારમાં એકઠા ન થવા માટે અપીલ કરી છે. અમદાવાદ શહેરમાં પોલીસ પોઈન્ટ (Police points in ahmedabad) અને પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. શી ટીમ, સ્થાનિક પોલીસ, ટ્રાફિક પોલીસ પણ સર્ચ કરશે.