અમદાવાદઃ પુરુષોત્તમ માસની કમલા એકાદશીના દિવસે મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં વિરાજીત ઘનશ્યામ મહારાજ સંતોએ 3000 કિલો સફરજન ધરાવી ફક્ત સ્થાનિક સંતોએ સ્વાથ્ય સુરક્ષાના નિર્દેશોનું પાલન કરી ફલકૂટોત્સવ ઉજવ્યો હતો.
કમલા એકાદશી નિમિત્તે મેમનગર સ્વામિનારાયણ ગુરુકુળમાં 3000 કિલો સફરજનનો ફલકૂટોત્સવ - Memnagar Shri Swaminarayan Gurukul
સમગ્ર દેશમાં અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે મંગળવારે પુરુષોત્તમ માસની કમલા એકાદશીના દિવસે SGVP ગુરુકુળના અધ્યક્ષ માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં વિરાજીત ઘનશ્યામ મહારાજ સંતોએ 3000 કિલો સફરજન ધરાવી ફક્ત સ્થાનિક સંતોએ સ્વાથ્ય સુરક્ષાના નિર્દેશોનું પાલન કરી ફલકૂટોત્સવ ઉજવ્યો હતો.
ઘનશ્યામ મહારાજની પંચોપચાર પૂજન કરી પુરાણી બાલકૃષ્ણદાસ સ્વામી, પુરાણી ભક્તિ પ્રકાશદાસ સ્વામી તેમજ પુરાણી હરિસ્વરૂપદાસ સ્વામીએ ઠાકોરજીની આરતી કરી હતી. ઘનશ્યામ મહારાજને ધરાવેલા તમામ 3000 કિલો સફરજન પ્રસાદરૂપે હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ, નિરાધાર, ઝૂંપડપટ્ટી વગેરે સ્થળોએ પ્રસાદ રૂપે વહેંચવામાં આવશે.
પુરાણી બાલકૃષ્ણદાસ સ્વામી, કોઠારી મુક્ત સ્વરૂપ દાસ સ્વામી, મુખ્ય વ્યવસ્થાપક તરીકે ગોવિંદ બારસીયા, સૂર્યકાંત પટેલ, ચેતન લક્કડ અને વ્યવસ્થાપક તેમજ વિદ્યાર્થીઓની ટીમ અને મેમનગર ગુરુકુળના યુવક મંડળના સભ્યો સફરજન વિતરણ વ્યવસ્થા સંભાળી રહ્યા છે.