ગુજરાત

gujarat

ETV Bharat / city

દેશ-વિદેશનાં ક્રેડિટ-ડેબીટ કાર્ડનાં ડેટા ચોરી કરી લાખોની ઠગાઈ કરતી ટોળકી ઝડપાઈ - અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે

આંતરરાષ્ટ્રીય ગુના આચરતી ટોળકીના શખ્સોની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. આંતરરાષ્ટ્રીય ગુના આચરતી ટોળકીના શખ્સોની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. આરોપીઓ ડાર્ક વેબસાઈટ પરથી વિદેશી નાગરિકોના ક્રેડીટ કાર્ડ તથા ડેબીટ કાર્ડના ડેટા મેળવીને લાખો રૂપિયાની ખરીદી કરી લાખોની છેતરપિંડી કરતા હતા.

દેશ-વિદેશનાં ક્રેડિટ-ડેબીટ કાર્ડનાં ડેટા ચોરી કરી લાખોની ઠગાઈ કરતી ટોળકી ઝડપાઈ
દેશ-વિદેશનાં ક્રેડિટ-ડેબીટ કાર્ડનાં ડેટા ચોરી કરી લાખોની ઠગાઈ કરતી ટોળકી ઝડપાઈ

By

Published : Mar 14, 2021, 2:19 PM IST

  • આરોપી કલ્પેશ સિંઘા પાસેથી 200 સીમ કાર્ડ મળ્યા
  • પાકિસ્તાન સુધી લંબાયા કૌભાંડના તાર
  • કરતૂત જાણી પોલીસ પણ આશ્ચર્યમાં આવી ગઈ

અમદાવાદ:આંતરરાષ્ટ્રીય ગુના આચરતી ટોળકીના 3 શખ્સોની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. 3 શખ્સો દ્વારા વિદેશી નાગરિકોનાં ક્રેડીટ કાર્ડ તથા ડેબીટ કાર્ડનાં ડેટા ચોરીને ઓનલાઇન શોપિંગ કરીને ચૂનો લગાવવામાં આવ્યો હતો. આ શખ્સોએ અંદાજીત 50 લાખથી વધુની રકમની અલગ અલગ વસ્તુંની ખરીદી કરી લીધી હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી. પાકિસ્તાનથી ડાર્ક વેબસાઈટનો ID પાસવર્ડ મેળવ્યો હતો. જેના દ્વારા આ શખ્સો ટેલીગ્રામ થકી પાકિસ્તાન કરાચીના બે વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હતા. આરોપી જીયા મુસ્તફા અને સદામ નામના શખ્સ પાસેથી ID અને પાસવર્ડ મેળવી ID પાસવર્ડના બદલામાં શરૂઆતમાં ઓનલાઈન રૂપિયા આપ્યા અને ત્યારબાદ, બીટકોઇન ટ્રાન્સફર કર્યા હતા.

દેશ-વિદેશનાં ક્રેડિટ-ડેબીટ કાર્ડનાં ડેટા ચોરી કરી લાખોની ઠગાઈ કરતી ટોળકી ઝડપાઈ

આ પણ વાંચો:AMCના પૂર્વ એન્જિનિયર સાથે ઠગાઈ

આંતરરાષ્ટ્રીય ગુના આચરતી ટોળકીની ધરપકડ

આરોપીઓ ડાર્ક વેબસાઈટ પરથી વિદેશી નાગરિકોના ક્રેડીટ કાર્ડ તથા ડેબીટ કાર્ડના ડેટા મેળવીને લાખો રૂપિયાની ખરીદી કરનાર હર્ષવર્ધન પરમાર, મોહિત લાલવાની તથા કલ્પેશ સિંધાની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આ 3 શખ્સો એક બીજાને છેલ્લા 3 વર્ષથી ઓળખતા હતા. પરંતુ હજી સુધી, એક પણ વખત મળ્યા નહોતા. ટેલીગ્રામ એપ્લિકેશન મારફતે છેલ્લા 3 વર્ષથી પોતાનો ઠગાઈનો ધંધો ચલાવતા હતા.

આ પણ વાંચો:રાજકોટમાં ઓનલાઈન લોન કરાવી પ્રોસેસિંગ ફીનાં નામે લાખો રૂપિયાની ઠગાઈ કરનારી ગેંગ ઝડપાઈ

કરતૂતો જાણી પોલીસ પણ આશ્ચર્યમાં

3 આરોપીઓની મુલાકાત ક્રાઈમ બ્રાન્ચમાં જ થઇ હોવાનું જાણીને પોલીસ પણ ચોકી ઉઠી હતી. અલગ અલગ રાજ્યોનાં સીમ કાર્ડ ખરીદીને ડાર્ક વેબસાઈટ પરથી વિદેશી નાગરિકોના ડેટા મેળવીને તેમના કાર્ડ ઉપર લાખો રૂપિયાની મોટા જથ્થામાં ખરીદી કરતા હતા. બાદમાં, ભારતીય ઓનલાઈન માર્કેટમાં ઓર્ડર કરતા હતા અને ત્યારબાદ અધૂરા સરનામાં આપી અમદાવાદના કોઈ પણ નજીકના વિસ્તારના લેન્ડમાર્ક પાસે કુરીયર બોયને બોલાવી પોતાનો ઓર્ડર રિસિવ કરી લેતા હોવાની મોડ્સ ઓપરેન્ડીથી આ 3 આરોપીઓ ગુનાને અંજામ આપતા હતા. જેમાં અત્યારસુધીમાં કલ્પેશ સિંધાએ 70 લાખ, હર્ષવર્ધને 70 લાખ તથા મોહિત લાલવાનીએ 60 લાખ રૂપિયા સુધીની ખરીદી કરી હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી છે. હાલ પોલીસ આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન અને લેપટોપ પણ કબજે કરી લીધા છે અને ક્રાઈમ બ્રાન્ચે હાલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details