અમદાવાદમાં 10 કિલો ચરસ સાથે 2 કાશ્મીરી સહિત 3 ઝડપાયા - crime branch
અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને લઈને દારૂ, જુગાર અને અન્ય અસામાજિક પ્રવૃતિઓ બંધ કરાવવા શહેરભરમાં પોલીસનું સતત પેટ્રોલિંગ ચાલુ છે. લાલ દરવાજા પાસેથી 10 કિલો ચરસ સાથે પોલીસે 2 કાશ્મીરી સહિત 3 આરોપીની ધરપકડ કરી છે.
સ્પોટ ફોટો
ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, સરદાર બાગ પાસે ચરસની ડીલ થવાની છે. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચરસની ડીલ કરવા પહોંચેલા 2 શખ્સો સહિત 3 આરોપીઓની ધરપકડ કરી હતી. 2 શખ્સો મૂળ કાશ્મીરના હતા અને અન્ય એક શખ્સ ડિલિવરી લેવા આવ્યો હતો, જેનું નામ હર્ષ શાહ છે અને તે દરિયાપુરનો રહેવાસી છે.