અમદાવાદઃ છેલ્લાં 14 દિવસથી ધોળકા તરફથી અમદાવાદ શહેરમાં પ્રવેશતા મુસાફરોના સઘન ચેકિંગનો નવતર અભિગમ અપનાવામાં આવ્યો છે. આ માટે બાકરોલ ચેક પોઈન્ટ ખાતે કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજે આજે 11 એસ.ટી. બસ અને 60 ખાનગી કાર સહિત કુલ 60 વાહનોના મુસાફરોનું ટેસ્ટીંગ કરીને કુલ 294 લોકોનું કોરોના ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 03 લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ જણાયો હતો.
બાકરોલ ચેક પોઇન્ટ ખાતે આજે 71 વાહનોના 294 મુસાફરોનું ટેસ્ટીંગ કરાયું - Ahmedabad news
રાજ્યમાં ફેલાયેલા કોરોના સંક્રમણ અટકાવવા માટે અમદાવાદમાં પ્રવેશના વિવિધ માર્ગો પર વાહનોમાં આવતા વાહનોનું પણ સઘન ચેકિંગ કરવાનો નવતર અભિગમ રાજ્ય સરકાર દ્વારા લેવાયો છે તે અંતર્ગત કોર્પોરેશનની ટીમો દ્વારા કોરોનાનું ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે.
બાકરોલ ચેક પોઇન્ટ
રેપિડ એન્ટીજન ટેસ્ટ કીટ દ્વારા આ ચેક પોઈન્ટ પર કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. આ ટેસ્ટિંગમાં કોરોનાના શંકાસ્પદ જણાતા મુસાફરને જે તે જિલ્લાની કોવિડ કેર હોસ્પિટલ અને અમદાવાદની સમરસ હોસ્ટેલમાં રીફર કરવામાં આવ્યા હતાં. જ્યાં કોરોનાની વધુ સઘન સારવાર આ મુસાફરોને આપવામાં આવશે.