- કોરોનાને કારણે એક જ દિવસમાં રાજ્યમાં 11 મોત
- નવા કેસ નોંધાવાના કિસ્સામાં અમદાવાદ પ્રથમ
- અમદાવાદ બાદ સુરત બીજા ક્રમે રહ્યું
આ પણ વાંચોઃ નવસારીમાં શુક્રવારે નવા 18 લોકો કોરોના સંક્રમિત થયા
અમદાવાદઃ શુક્રવારે રાજ્યમાં કોરોનાના નવા 2,640 કેસ નોંધાયા હતા, જ્યારે 11 લોકોના મોત થયા હતા. અમદાવાદ શહેર કે જ્યાં 621 કેસ જ્યારે 539 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ બહારના એટલે કે અમદાવાદ જિલ્લામાં કુલ આઠ નવા કેસ જ્યારે 6 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં નવા 506 કેસ જ્યારે 579 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. સુરત મહાનગપાલિકાના હદ વિસ્તાર બહારના સુરત જિલ્લામાં નવા 138 કેસની સામે ડિસ્ચાર્જ થનારાઓની સંખ્યા 84 હતી, વડોદરામાં મનપામાં 322 કેસ જ્યારે મનપા બહારના હદ વિસ્તારમાં 53 કેસ નોંધાયા હતા. આ સાથે રાજકોટમાં 307 કેસ, ગાંધીનગરમાં 55 કેસ નવા નોંધાયા હતા.
નવા 4 લાખ કરતા વધુ લોકોનું કરાયું રસીકરણ