- ગુજરાતના 22 સ્થળો ઓલિમ્પિકના આયોજન માટે યોગ્ય
- ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત સલાહકાર એજન્સીએ 22 સ્થળોની ઓળખ કરી
- અમદાવાદ અને ગાંધીનગર શહેરના 22 સ્થળોની ઓળખ
ન્યૂઝ ડેસ્ક: 19 નવેમ્બરે ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત સલાહકાર એજન્સીએ અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં 22 સ્થળોની ઓળખ (22 sites suitable for Olympics in Gujarat) કરી છે, જે ઓલિમ્પિક ગેમ્સનું આયોજન (Olympics in Gujarat) કરવા માટે યોગ્ય છે અને રાજ્ય સરકાર આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) સાથે સંપર્કમાં છે. વહેલામાં વહેલી તકે 2036માં આ ગેમ્સનું આયોજન કરવાની તેની ઇચ્છા વિશે જાણ કરશે. અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA)એ શહેરના હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું મૂલ્યાંકન કરવા અને તેને સમર ઓલિમ્પિક ગેમ્સની (Olympics 2036) યજમાની માટે લાયક બનાવવા માટે કયાં પગલાં લેવા જોઈએ તે જાણવા માટે વિશ્લેષણ હાથ ધરવા સલાહકારો પાસેથી દરખાસ્તો માગી છે.
AUDAએ નિમણૂક કરેલી એજન્સીએ ગુજરાતના મુખ્ય સચિવને બ્લુપ્રિન્ટ અંગેનો અહેવાલ સુપરત કર્યો
AUDAએ આ કામ માટે કન્સલ્ટન્સી એજન્સી પ્રાઇસવોટરહાઉસકુપર્સ પ્રાઇવેટ લિમિટેડની નિમણૂક કરી છે. રાજ્ય સરકારની એક જાહેરાતમાં જણાવાયું છે કે, એજન્સીએ ગુરુવારે ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમારને વર્તમાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વચ્ચેના ગેપ એસેસમેન્ટ, કન્સેપ્ટ પ્લાન અને 2036 સમર ઓલિમ્પિક્સનું આયોજન (Olympics 2036) કરવા માટેની બ્લુપ્રિન્ટ અંગેનો અહેવાલ સુપરત કર્યો હતો.
આ પણ વાંચો: ખેડૂતોએ સત્યાગ્રહથી અહંકારનું માથું ઝુકાવી દીધું, PMએ ગુનો સ્વીકાર્યો - કૉંગ્રેસે મોદી સરકારને લીધી આડેહાથ
છ સાઇટ્સમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવા માટે સામાન્ય ફેરફારો કરવાની જરૂર
મુખ્ય સચિવે સંબંધિત અધિકારીઓ સાથેની બેઠક દરમિયાન મોટેરા ખાતે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનું નિર્માણ કરવા માટેની યોજનાના પ્રારંભિક અભ્યાસ અને અમદાવાદ અને ગાંધીનગરમાં 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે માળખાકીય સુવિધાઓની સંભવિતતાની સમીક્ષા કરી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, " ભવિષ્યમાં અમદાવાદ અને ગાંધીનગરના 22 સ્થળોએ ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં આવી શકે છે." એવું પણ જાણવા મળ્યું હતું કે, આ 22 સંભવિત સંકુલોમાંથી, છ સાઇટ્સ (22 sites suitable for Olympics in Gujarat) એવી છે કે જેમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવા માટે સામાન્ય ફેરફારો કરવાની જરૂર છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્ય સરકાર ટૂંક સમયમાં IOCનો સંપર્ક કરશે અને તેને અમદાવાદ શહેરની ઓલિમ્પિક ગેમ્સની (Olympics 2036) યજમાનીની ઈચ્છાથી માહિતગાર કરશે.
આ પણ વાંચો: Olympics 2036 : ગુજરાતે યજમાની માટે તૈયારીઓ શરૂ કરી, AUDA એ બહાર પાડ્યું ટેન્ડર
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઓલિમ્પિક ગેમ્સના ઉદ્ઘાટન સમારોહનું સૌથી યોગ્ય સ્થળ સ્થળ હશે: નરિન્દર બત્રા
એજન્સીએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, છ સ્થળોએ અસ્થાયી સુવિધાઓ બનાવવામાં આવી શકે છે અને બાકીના સ્થળોએ વધારાની રમતોને સમાવવા માટે નોંધપાત્ર પુનઃવિકાસની જરૂર છે. ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ નરિન્દર બત્રાએ તાજેતરમાં જણાવ્યું હતું કે, સંસ્થા 2036 સમર ગેમ્સની યજમાની માટે ભારતની સંભવિત બિડ માટે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) સાથે વાટાઘાટ કરી રહી છે અને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઓલિમ્પિક ગેમ્સના (Olympics 2036) ઉદ્ઘાટન સમારોહનું સૌથી યોગ્ય સ્થળ સ્થળ હશે.