ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દિવસમાં 22 નવા કેસ, બે મૃત્યું - Corona in rural area

અમદાવાદ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તાર અને જિલ્લામાં પણ તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બુધવારે સાંજ સુધીમાં રેકોર્ડ બ્રેક 22 નવા કેસ કોરોના પોઝિટિવ નોંધાતા કુલ આંકડો 273 પર પહોંચ્યો છે.

22 new cases in rural areas of Ahmedabad
અમદાવાદ જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં દિવસમાં 22 નવા કેસ, બે મૃત્યું

By

Published : Jun 3, 2020, 10:01 PM IST

અમદાવાદઃ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યોં છે ત્યારે ગ્રામ્ય વિસ્તાર અને જિલ્લામાં પણ તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બુધવારે સાંજ સુધીમાં રેકોર્ડ બ્રેક 22 નવા કેસ કોરોના પોઝિટિવ નોંધાતા કુલ આંકડો 273 પર પહોંચ્યો છે.

જિલ્લાના દસક્રોઈ તાલુકામાં બુધવારે નવા 3 કોરોના પોઝિટિવ કેસ સામે આવતા દસક્રોઈ તાલુકામાં આંકડો વધીને 91 પર પહોંચ્યો છે.

જ્યારે ધોળકામાં કોરોનાના કુલ 90 પોઝિટિવ કેસ નોંધાયા છે. ધોળકા તાલુકાની વાત કરવામાં આવે તો કેડીલા ફાર્માસ્યુટિકલમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ પોઝિટિવ આવ્યાં બાદ બદરખા ગામમાં કેસ નોંધાતા કોરોનાના કેસ વધ્યાં હતા.

વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે જિલ્લાના સાણંદમાં 39, બાવળા 13, ધંધુકા 4, વિરમગામ 22 અને માંડલ તાલુકામાં 03 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. તેમજ જિલ્લામાં કોરોનાથી 18 દર્દીઓના મોત પણ નીપજ્યાં છે.

અમદાવાદના ગ્રામીણ અને જિલ્લામાં 8 ચેક પોસ્ટ ઉભી કરાઈ છે, જેમાં 1.95 લાખ લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે અને જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકની કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યાં હતા.

તેમજ છેલ્લા 24 કલાકમાં 41 હજાર જેટલા ઘરોનું સર્વિલન્સ કરવામાં આવ્યું છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સેનેટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનેટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગનાં કેસ બોપલ, ઇન્દીરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયા છે. ધોળકામાં 90 અને સાણંદમાં 39 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

નોંધનીય છે કે આ વિસ્તારોમાં કોરોનાને ફેલાવતા અટકાવવા માટે તંત્ર દ્વારા સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનેટાઈઝ કરવામાં આવ્યાં હતા.

ABOUT THE AUTHOR

...view details