ગુજરાત

gujarat

ETV Bharat / city

2008ના અમદાવાદ શ્રેણીબદ્ધ બૉમ્બ વિસ્ફોટ મામલે 14 વર્ષે સુનાવણી પૂર્ણ - અમદાવાદ શ્રેણીબદ્ધ બૉમ્બ વિસ્ફોટ

વર્ષ 2008માં અમદાવાદ શહેરમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટના કેસમાં સુનાવણી પૂર્ણ થઇ હતી. 8 જજ, 78 આરોપી અને, 1163 સાક્ષીઓની જુબાની, 14 વર્ષથી ચાલતા આ કેસની સુનાવણી કરી કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આખા કેસમાં કુલ 51 લાખ પાનાની 521 જુદી-જુદી ચાર્જશીટ થઈ હતી.

અમદાવાદ શ્રેણીબદ્ધ બૉમ્બ વિસ્ફોટની સુનાવણી 14 વર્ષે પૂર્ણ
અમદાવાદ શ્રેણીબદ્ધ બૉમ્બ વિસ્ફોટની સુનાવણી 14 વર્ષે પૂર્ણ

By

Published : Sep 3, 2021, 1:01 PM IST

Updated : Sep 3, 2021, 1:39 PM IST

  • 2008માં અમદાવાદમાં સિરિયલ બૉમ્બ બ્લાસ્ટનો મામલો
  • 58 નિર્દોષોના મોત અને 244 લોકો ઘાયલ થયા હતા
  • કોર્ટે તમામ દલીલો સાંભળી ચુકાદો અનામત રાખ્યો


અમદાવાદ: વર્ષ 2008માં અમદાવાદમાં થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બ બ્લાસ્ટમાં કુલ 58 લોકોના મોત તેમજ 244 લોકો ઘાયલ થયા હતા. તપાસમાં ક્રાઈમ બ્રાન્ચે કુલ 78 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. મહત્વનું છે કે અમદાવાદમાં 20, અને સુરતમાં બૉમ્બ બ્લાસ્ટ કરવાના ષડયંત્રના મામલે 15 ફરિયાદ થઇ હતી. આમ, કુલ 35 કેસો ફાઈલ કરવામાં આવ્યા હતા. હાલ 8 આરોપીને પોલીસ શોધી રહી છે. આ કેસમાં કાવતરા અને બ્લાસ્ટના આરોપી અયાઝ સૈયદે તાજના સાક્ષી બનીને કોર્ટમાં જુબાની આપી હતી. કેસનો મુખ્ય સૂત્રધાર યાસીન ભટકલ દિલ્હીની જેલમાં જ્યારે જુહાપુરાનો તોફીક અબ્દુલ સુભાન કોચીનની જેલમાં છે.


વિડીયો કોન્ફરન્સથી સુનાવણી થઈ હતી


કોરોનાના કારણે કોર્ટ બંધ હોવાથી આ મુદ્દે સુનાવણી થોડા સમય બંધ રહી હતી, પરંતુ ત્યારબાદ આ કેસમાં વિડીયો કોન્ફરન્સથી ટ્રાયલ શરૂ કરવામાં આવી હતી. ટ્રાયલ કોર્ટમાં હવે જુબાની અને અંતિમ દલીલો પૂર્ણ થઈ છે. તમામ દલીલો સાંભળ્યા બાદ સ્પેશિયલ જજ એ.આર. પટેલે ચુકાદો અનામત રાખ્યો છે. આ કેસમાં આરોપીનું ફરધર સ્ટેટમેન્ટ અંદાજે 4700 પાનાનું છે. સરકાર તરફથી આરોપીઓની જુબાની ખાસ સરકારી વકીલો એમ.એચ ધ્રુવ, અમિત પટેલ, મિતેષ અમીન અને, સુધીર બ્રહ્મભટ્ટ દ્વારા લેવામાં આવી હતી.

Last Updated : Sep 3, 2021, 1:39 PM IST

ABOUT THE AUTHOR

...view details