અમદાવાદ: પોલીસે શાહિદ કુરેશી અને નવાઝ ઉર્ફે ઝીણીયો પઠાણ નામના 2 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા બંને આરોપીઓ વટવા GIDC વિસ્તારના છે અને આ બને શખ્સો મિત્રો છે અને 2004થી સાથે મળીને ગુનાને અંજામ આપતા હતા.
ગુનાને અંજામ આપનાર 2 આરોપી મિત્રો ઝડપાયા જ્યારે આ બન્ને આરોપી એક ઘટનાને અંજામ આપી રહ્યા હતા ત્યારે આ બન્ને CCTV માં કેદ થઇ ગયા હતા. જેના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, બંને શખ્સો મહિલાના ગળામાંથી સોનાની ચેઈન ખેંચીને બાઈક પર પૂરપાટ ઝડપે ભાગી રહ્યા છે. CCTV ફૂટેજના આધારે દરિયાપુર પોલીસે બંનેની ધરપકડ કરી છે. બંનેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેઓ આ આગાઉ વાહન ચોરી કરતા અને તે જ વાહન લઈને ચેન સ્નેચિંગ કરવા જતા હતા. બન્ને આરોપીઓ દરિયાપુરમાં એક જ વિસ્તારમાં રહે છે અને જુગાર રમવા માટે તથા મોજશોખ પૂરા કરવા માટે બન્ને સાથે ગુનાને અંજામ આપતા હતા. અત્યાર સુધીમાં પાલડી, ઘાટલોડિયા, ઓઢવ, આનંદનગર, વસ્ત્રાપુર, નવરંગપુરા, એલિસબ્રિજ, યુનિવર્સિટી, મણિનગર, કાલુપુર, સરદાર નગર, હવેલી, કાગદાપીઠ, વાડજ, શાહીબાગ, ઇસનપુર જેવા શહેરના તમામ વિસ્તારોમાં આતંક મચાવી ચુક્યા છે. આ બન્ને આરોપીઓ સહેજાદ નામના વ્યક્તિને ચોરીનો મુદ્દામાલ વેચી દેતા હતા. તાજેતરમાં GIDC માં જે ચેઇન લૂંટી હતી તેના 41 હજાર રૂપિયા પણ તેઓને મળ્યા હતા અને તે રૂપિયાથી જુગાર રમીને તેને વાપરી નાખ્યા હતા.પોલીસે બંને ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.