અમદાવાદ: હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે, ગુજરાત ટેસ્ટિગમાં ઘણું પાછળ છે, દિલ્હીમાં સરેરાશ 30 હજાર કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે, જ્યારે તમિલનાડુમાં સૌથી વધુ 35 હજાર ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે, જેથી ગુજરાતના ગ્રામીણ વિસ્તારો અને જિલ્લામાં વધુ લેબ ઉભી કરવામાં આવે તો વધુ એગ્રેસિવ ટેસ્ટિંગ થઈ શકે છે.
જાહેરહિતની અરજીમાં દાવો- રાજ્યમાં 33 પૈકીના 19 જિલ્લામાં કોવિડ-19ની કોઈ ટેસ્ટ લેબ જ નથી - ગુજરાત હાઈકોર્ટ પીઆઈએલ
રાજ્યમાં દરરોજ 7થી 8 હજાર જેટલા કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે, ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં વધુ ટેસ્ટિંગ થાય તેના માટે રાજ્યના 19 જિલ્લામાં કોરોના ટેસ્ટિંગ માટે લેબ ઉભી કરવાની માગ સાથે અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ મામલે આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
રાજ્યમાં 33 પૈકી 19 જિલ્લામાં કોવિડ-19 ટેસ્ટ લેબ નથી - PIL
ગુજરાતની વસ્તી પ્રમાણે અત્યારના ટેસ્ટિંગ કરતા 5 ગણા વધુ ટેસ્ટિંગ કરવાની જરૂર છે. જેથી કરીને રોગનું વહેલું નિદાન થઈ શકે અને મહામારીનો અંત આવે.
રાજ્યના 33 પૈકી 19 જિલ્લામાં કોરોના ટેસ્ટિંગ સુવિધા ઉપલબ્ધ નથી. રાજ્ય સરકારે હાઈકોર્ટ સમક્ષ કબૂલ્યું છે કે, 19 કોરોના લેબ કાર્યરત છે, જે પૈકી બે લેબ પણ હજી સુધી કાર્યરત ન હોવાનો PILમાં દાવો કરવામાં આવ્યો છે. 29મી જૂન સુધી 19 લેબ પૈકી 5 લેબોને સરકારે શરૂ થવાની પરવાનગી આપી નથી.