ગુજરાત

gujarat

ETV Bharat / city

18 વર્ષની ઉંમરથી જ અમદાવાદના યુવકે ઈનોવેટીવ ગિફ્ટ બનાવી કરી નવતર પહેલ - gifts

અમદાવાદઃ અમદાવાદ યુનિવર્સીટીમાં MBAનો અભ્યાસ કરતાં ચૈતન્ય તન્ના જ્યારે 18 વર્ષનો હતો ત્યારથી જ ગિફ્ટીંગ ઈન્ડસ્ટ્રીમાં બદલાવ લઇ આવવાનો નિશ્ચય કર્યો હતો. આ માટે તેણે ESMERIZE નામથી તે જ સમયે સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતુ. જેમાં તે લોકોને ઈનોવેટીવ ગિફ્ટ તરફ આકર્ષિત કરી રહ્યો છે. અત્યાર સુધી ઘણી ઈનોવેટીવ ગિફ્ટ શરૂ કરી છે. જે માટે તેની લોકોએ ભારોભાર પ્રશંસા પણ કરી છે.

innovative gifts

By

Published : Aug 21, 2019, 8:54 AM IST

ચૈતન્યએ કોર્પેરેટ ગિફ્ટીંગમાં બદલાવ લઇ આવવા માટે નવી શરૂઆત કરી છે. ગિફ્ટની અંદર કોર્પેોરેટ કંપનીનો લોગો પણ લગાવી શકાય છે. આગામી સમયમાં તે 100 જેટલી ઈનોવેટીવ ગિફ્ટ તૈયાર કરશે. હાલ ચૈતન્યની ઉંમર 21 વર્ષ છે અને તે તેનો અભ્યાસ પૂર્ણ કર્યા પહેલાં જ કંપનીનો માલિક બની ગયો છે. ESMERIZEની આ ઈનોવેટવ ગિફ્ટિંગનો લાભ ગૂગલ પરથી ઓનલાઈન કરી અવનવી ગિફ્ટ મેળવી શકાય છે.

શું કહે છે ચૈતન્ય તન્ના, જૂઓ વીડિયો...

18 વર્ષની ઉંમરથી જ અમદાવાદના યુવકે ઈનોવેટીવ ગિફ્ટ બનાવી કરી નવતર પહેલ

ABOUT THE AUTHOR

...view details