ગુજરાત

gujarat

ETV Bharat / city

નવા 16 વિસ્તારોનો માઈક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સમાવેશ કરાયો

શહેરમાં કોરોનાના વધતા કેસના કારણે મનપા દૈનિક ધોરણે જે વિસ્તારોમાંથી વધુ કેસ આવી રહ્યા છે તેને માઈક્રો કન્ટેઇન્મેન્ટની યાદીમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. મ.ન.પા.એ નવા 16 એકમોને સીલ કર્યા હતા. અગાઉ મનપાએ 401 એકમોને આ યાદીમાં સામેલ કર્યા હતા.

નવા 16 વિસ્તારોનો માઈક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સમાવેશ કરાયો
નવા 16 વિસ્તારોનો માઈક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સમાવેશ કરાયો

By

Published : Apr 25, 2021, 5:28 PM IST

  • થલતેજની એક સોસાયટીમાંથી 200 લોકો યાદીમાં સામેલ
  • પૂર્વની સરખામણીએ પશ્ચિમ અમદાવાદમાં સ્થિતી વધુ ખરાબ
  • સૌથી વધુ 14 વિસ્તારો પશ્ચિમ ઝોનમાં યાદીમાં સામેલ


અમદાવાદ: મહત્વનું છે કે જે વિસ્તારોમાં સૌથી વધુ સંક્ર્મણ ફેલાયો હોય તેવા પશ્ચિમ ઝોનમાં 14 વિસ્તારોને માઈક્રો કન્ટેઇન્મેન્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ ઝોનમાં 12-12 વિસ્તારોને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1, મધ્ય અને પૂર્વ ઝોનમાં 2-2 વિસ્તારોને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.

થલતેજની હોલ સોસાયટીમાંથી 200 લોકોને કંટેઇન્મેન્ટ કરાયા

થલતેજ વિસ્તારમાં આવેલી હોલ સોસાયટી, સનરાઈઝ સોસાયટીમાં 200 લોકોને આ યાદીના સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વાસણા, નવરંગપુરા, ચાંદલોડિયા, માં વધુ કેસ નોંધાઈ રહ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારની સરખામણીએ પશ્ચિમ અમદાવાદમાં વધુ કેસ નોંધાઈ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details