ગુજરાત

gujarat

ETV Bharat / city

ભગવાન જગન્નાથની જળયાત્રા : અમદાવાદમાં 145મી રથયાત્રાની જળયાત્રા, શું હશે વ્યવસ્થાઓ જાણો - Tight police Security in rathyatra

1 જુલાઈ 2022 ના અષાઢી બીજે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા (145 Bhagvan Jagannath Rathyatra) યોજાવા જઇ રહી છે. પરંપરા પ્રમાણે જેઠ સુદ પૂનમ આવતીકાલે ભગવાન જગન્નાથની જળયાત્રાનું (Bhagvan Jagannath Jalyatra) આયોજન કરવામાં આવશે.

ભગવાન જગન્નાથની જળયાત્રા : અમદાવાદમાં 145મી રથયાત્રાની જળયાત્રા, શું હશે વ્યવસ્થાઓ જાણો
ભગવાન જગન્નાથની જળયાત્રા : અમદાવાદમાં 145મી રથયાત્રાની જળયાત્રા, શું હશે વ્યવસ્થાઓ જાણો

By

Published : Jun 13, 2022, 9:26 PM IST

Updated : Jun 14, 2022, 9:03 AM IST

અમદાવાદ- 1 જુલાઈ, 2022 ના અષાઢી બીજે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાના (145 Bhagvan Jagannath Rathyatra) આયોજનો પૂરજોશમાં ચાલી રહ્યાં છે. પરંપરા પ્રમાણે જેઠ સુદ પૂનમ આવતીકાલે ભગવાન જગન્નાથની જળયાત્રાનું આયોજન કરવામાં આવશે. જળયાત્રા જમાલપુર જગન્નાથ મંદિરથી (Ahmedabad Jagannath temple) નીકળીને સાબરમતી નદીના કિનારે જશે. જ્યાં રાજકીય અગ્રણીઓ દ્વારા વેદાંત પંડિતોની ઉપસ્થિતિમાં સાબરમતી નદીનું પૂજન કરવામાં આવશે. ત્યારબાદ તેમાંથી જળ એકત્ર કરીને વાજતેગાજતે તેને નિજમંદિર લઈ જવાશે. તે જળથી ભગવાન જગન્નાથનો જળાભિષેક (Bhagvan Jagannath Jlabhishek) કરવામાં આવશે.

આ પણ વાંચોઃ ભગવાન જગન્નાથજીની જળયાત્રાના એક દિવસ પહેલાં મેઘરાજાએ આ રીતે કર્યો જળાભિષેક

જળયાત્રામાં શું- શું હશે ? -જળયાત્રામાં સૌથી આગળ ઢોલ-નગારા હશે ત્યારબાદ પાણિગ્રહણ કળશ હશે. 07 થી 09 જેટલા ગજરાજ જળયાત્રામાં ભાગ લેશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન, ગૃહ પ્રધાન અને અન્ય અગ્રણી પ્રધાનો તેમ જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર સહિતના નેતાઓ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં આ વર્ષે ભક્તો માટે યોજાશે રથયાત્રાઃ કમિશ્નર સહિત અધિકારીઓએ કર્યુ નિરિક્ષણ, આ વિસ્તારમાં ડ્રોન સર્વેલન્સ

ચુસ્ત વ્યવસ્થાઓ હશે ! -વર્તમાન સમયમાં દેશમાં સાંપ્રદાયિક તણાવ સર્જાયો હોવાથી જળયાત્રા અને રથયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત (Tight police Security in rathyatra) ગોઠવવામાં આવશે. સાથે જ આવતીકાલે જળયાત્રા દરમિયાન સાબરમતી નદીમાંથી જળ ભરીને લાવવાનું હોવાથી નદીમાં પૂજાના સ્થળે ફાયરસેફ્ટીના જવાનો ઉપસ્થિત રહેશે.

Last Updated : Jun 14, 2022, 9:03 AM IST

ABOUT THE AUTHOR

...view details