- અમદાવાદ મનપા ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
- એલિસ બ્રિજથી આવનારા લોકોને અન્ય રસ્તાઓ ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યા
- મનપાએ આ વર્ષે રથયાત્રાનું સ્વાગત કર્યું નહિ
અમદાવાદ : આજે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ,બહેન સુભદ્રા અને ભાઈ બળદેવ સાથે નગરચર્યા કરવા નિકળ્યા છે. શહેરની 144મી રથયાત્રા કોરનાને કારણે નિયત રૂટ પર સંપૂર્ણ કરફ્યુ સાથે નિકળી છે. શહેરીજનોને ટીવીના માધ્યમથી દર્શન કરવા અપિલ કરવામાં આવી છે. આ કરફ્યુને જનતાનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો પોતાના ઘરમાં ટીવી દ્વારા ભગવાનના દર્શન કરી રહ્યા છે.
આ પણ વાંચો : jagannath rath yatra 2021 : ગૃહપ્રધાન અમિત શાહે કરી ભગવાન જગન્નાથની મંગળા આરતી