ગુજરાત

gujarat

ETV Bharat / city

14 વર્ષનો તન્મય અગ્રવાલ રાતોરાત બન્યો પોપ્યુલર, જેની દહીં કચોરી ખાવા લોકો ઉમટ્યા

અમદાવાદનો એક કિસ્સો સામે આવ્યો છે. જે છેલ્લા 2,3 દિવસથી સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. ત્યારે કોરોના કાળમાં પિતાની નોકરી જતા નિરાધાર બનેલા પરિવારની મદદ કરવા માટે મણિનગર રેલવે સ્ટેશન બહાર 14 વર્ષનો તન્મયએ અભ્યાસ સાથે ફક્ત 10 રૂપિયાની કિંમતમાં કચોરી વેચી રહ્યો છે.

14 વર્ષનો તન્મય અગ્રવાલ રાતોરાત બન્યો પોપ્યુલર, જેની દહીં કચોરી ખાવા લોકો ઉમટ્યા
14 વર્ષનો તન્મય અગ્રવાલ રાતોરાત બન્યો પોપ્યુલર, જેની દહીં કચોરી ખાવા લોકો ઉમટ્યા

By

Published : Sep 26, 2021, 2:11 PM IST

Updated : Sep 29, 2021, 10:39 AM IST

  • રાતોરાત પોપ્યુલર બનેલા તન્મય અગ્રવાલની દહીં કચોરી ખાવા લોકો ઉમટ્યા
  • પરિવારને મદદ કરવા માટે દહીં કચોરી વેચી રહ્યો છે
  • સોશિયલ મીડિયામાં આ છોકરાને મદદ કરવા માટે દિગજ્જોની અપીલ

અમદાવાદ: પેટ કરાવે વેઠ આ કહેવત તન્મય અગ્રવાલ નામના 14 વરસના છોકરાને લાગું પડે છે. દિલ્હીના બાબા કા ધાબાના કાકા તો તમને યાદ હશે. બાબા કા ઢાબાને એટલી મદદ આવી કે કોરોના કાળમાં નિરાધાર બનેલી દંપતીનું ઘર ગમતું થયું. ક્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમદાવાદના મણિનગર રેલવે સ્ટેશન બહાર 14 વર્ષનો તન્મય પરિવારને મદદ કરવા ફક્ત 10 રૂપિયાની કિંમતમાં કચોરી વેચી રહ્યો છે.

આ પણ વાંચો:મજાક પડી ભારે: CM રૂપાણીના (CM Vijay Rupani) વીડિયોને એડિટ કરી સોશિયલ મીડિયા પર વાઇરલ કરતા ફરિયાદ નોંધાઇ

જીવન જીવવા અને ઘર ચલાવવા માટે જાત મહેનત કરવી પડે

જીવન જીવવા અને ઘર ચલાવવા માટે જાત મહેનત કરવી પડે છે. સમય ખરાબ ચાલતો હોય અને રૂપિયાની તંગી હોય તો તેની સામે કામ કરવામાં કોઈ ઉંમર આડે આવતી નથી, ત્યારે તન્મય નામના આ કચોરી વેચનાર સગીર વયનો બાળકે ભણવાની ઉંમરમાં જ તેના માથે તમામ જવાબદારીઓ આવી ગઈ છે, ત્યારે કોરોના કારમાં ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી પરિવારને મદદ કરવા માટે પોતાની માતા સ્વેતાબેનને કચોરી વેચવા મદદ કરી રહ્યો હતો. ત્યારે કોઈ નાગરિકે તેનો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

14 વર્ષનો છોકરો માત્ર 10 રૂપિયામાં કચોરી વેચી રહ્યો

જ્યાં કિશોર પોતાની માતા સાથે દહીં કચોરી વેચી રહ્યો હતો, ત્યારે આ વીડિયો એટલો વાયરલ થયો કે આ છોકરો રાતોરાત પોપ્યુલર બની ગયો હતો, ત્યારે પરિવારને મદદ કરવા માટે 14 વર્ષનો છોકરો માત્ર 10 રૂપિયામાં કચોરી વેચી રહ્યો છે.

14 વર્ષનો તન્મય અગ્રવાલ રાતોરાત બન્યો પોપ્યુલર, જેની દહીં કચોરી ખાવા લોકો ઉમટ્યા

પિતાની કોરોના સમયે નોકરી જતા કચોરી વેચવાનું કર્યું શરૂ

કોરોનામાં ભલભલા માણસોની આર્થિક હાલત ખરાબ થઈ ગઈ છે, ત્યારે અમદાવાદના એેક 14 વર્ષના બાળકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. તેમના પિતાની કોરોના સમયે નોકરી જતા ત્યારબાદ તેની માતા મણીનગર રેલવે સ્ટેશનની બહાર દહીં કચોરી વેચતા હતા ત્યારે પરિવારને આર્થિક રીતે મદદ થાય તે માટે છોકરાએ પણ રેલવે સ્ટેશન બહાર કચોરી વેચવાનું શરૂ કર્યું.

આ પણ વાંચો:17 વર્ષીય જાનવી વેકરિયાએ કોરોના કાળમાં જરૂરિયાતમંદ લોકોની મદદ માટે પોતે એપ અને વેબસાઈટ બનાવી

તન્મય અગ્રવાલ રાતોરાત પોપ્યુલર થઈ ગયો

દહીં કચોરી ખાનાર વ્યક્તિએ તેનો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો અને જોતજોતામાં વીડિયો એટલો વાયરલ થઈ ગયો કે, આ ચૌદ વરસનો તન્મય અગ્રવાલ રાતોરાત પોપ્યુલર થઈ ગયો અને સોશિયલ મીડિયામાં લોકો તેની મદદ કરે તેવી પોસ્ટ પણ આવા લાગી હતી. જ્યારે સમાજના કેટલાક અગ્રણીઓ આ ઉપરાંત બોલિવૂડના નામાંકિત ચહેરાઓ દ્વારા પણ આ છોકરાને મદદ કરવા માટે ટ્વિટ કરવામાં આવ્યું હતું. ત્યારે સોશિયલ મીડિયાનો સદ ઉપયોગ પણ જોવા મળી રહ્યો છે.

દહી કચોરી ખાવા માટે લોકો ઉમટી પડ્યા

જ્યારે માત્ર એક્ટીવા પર તે દહીં કચોરી વેચી રહ્યો છે, ત્યારે રાતોરાત પોપ્યુલર થયા બાદ લોકો આ છોકરાને dahi kachori ખાવા માટે ઉમટી પડ્યા હતા આ ઉપરાંત dahi kachori ખાવા આવનાર લોકો તેની સાથે સેલ્ફી પણ લઈ રહ્યા છે.

Last Updated : Sep 29, 2021, 10:39 AM IST

ABOUT THE AUTHOR

...view details