- 26 જુલાઈ 2008ની સાંજે અમદાવાદમાં શું થયું હતું ?
- કારગીલ વિજય દિવસ અમદાવાદ માટે બન્યો કાળો દિવસ
- 70 મિનીટમાં કુલ 21 બ્લાસ્ટ, 56 લોકોએ ગુમાવ્યા જીવ
ન્યૂઝ ડેસ્ક: 26 જુલાઈ 2008ના દિવસે લોકો કારગીલ વિજય દિવસ મનાવી રહ્યા હતા. જોકે, ગુજરાતના અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદના લોકોએ તે સાંજે ખૂબ જ હચમચાવી નાંખે તેવો અનુભવ કર્યો હતો. તે દિવસે સાંજે અમદાવાદના વિવિધ સ્થળોએ તબક્કાવાર 16 બોમ્બ બ્લાસ્ટ થયા હતા. જેમાં 56 લોકો માર્યા ગયા હતા અને 200થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા.
પ્રથમ બ્લાસ્ટ 6:47 વાગ્યે, માત્ર 70 મિનીટમાં 16 બોમ્બ બ્લાસ્ટ
અમદાવાદમાં 26 જુલાઈ 2008ની સાંજે 6:47 કલાકે પ્રથમ બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જ્યારબાદ સતત 70 મીનિટ સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા. વિવિધ વિસ્તારોમાં થયેલા આ બોમ્બ બ્લાસ્ટના કારણે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ બોમ્બ બ્લાસ્ટ માટે ભીડભાડવાળી જગ્યાઓ પસંદ કરવામાં આવી હતી.
ક્યા પ્રકારના બોમ્બ વપરાયા હતા ?
આ બોમ્બ બ્લાસ્ટ માટે ટિફીન બોમ્બનો ઉપયોગ થયો હતો. આ ટિફીન બોમ્બ સાયકલો પર રાખીને વિવિધ વિસ્તારો સુધી પહોંચાડવામાં આવ્યા હતા. આ જ રીતે બરાબર 73 દિવસ પહેલા 13 મે ના રોજ જયપુરમાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા. માત્ર 15 મિનીટના ગાળામાં 7 વિસ્તારોમાં થયેલા 9 બોમ્બ બ્લાસ્ટમાં 63 લોકો માર્યા ગયા હતા અને 216થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
બોમ્બ બ્લાસ્ટના મુખ્ય ટાર્ગેટ
અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ માટે આતંકીઓએ સાયકલ પર ટિફીન બોમ્બનો ઉપયોગ કર્યો હતો. આ બોમ્બ દ્વારા ખાસ કરીને અમદાવાદની AMTS બસ સુવિધાને ટાર્ગેટ કરવામાં આવી હતી. બોમ્બ બ્લાસ્ટમાં ઘણી બસ સંપૂર્ણ પણે નાશ પામી હતી. જ્યારે 2 બોમ્બ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ પ્લાન્ટ કરવામાં આવ્યા હતા.