ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં કોરોનાનાં નવા 1272 કેસ નોંધાયા, 1095 દર્દીઓ ડિસ્ચાર્જ

રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. સોમવારે 1272 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1095 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે.

new cases of corona
રાજ્યમાં કોરોનાનાં નવા 1272 કેસ નોંધાયા

By

Published : Sep 1, 2020, 6:51 AM IST

અમદાવાદ: રાજ્યમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. સોમવારે કોરોનાના 1272 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1095 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે.

રાજ્યમાં સોમવારે કુલ 69,488 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1069.05 પ્રતિ મીલીયન થાય છે.

શિવરંજનીબ્રિજ અને નેહરુબ્રિજ પાસે આવેલા આસોપાલવ શો રૂમના કર્મચારીઓના કોરોના ટેસ્ટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યા હતા. જેમાં કુલ 9 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેઓને સારવાર માટે કોવિડ સેન્ટર અને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 22,65,473 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1272 કેસ નોંધાયેલા છે. સોમવારનાં રોજ 1095 દર્દીઓ સાજા થઇને ઘરે ગયેલા છે. અત્યાર સુધીમાં 76,757 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં દર્દીઓ સાજા થવાનો દર 80.69% ટકા છે.

ABOUT THE AUTHOR

...view details