- 18 એપ્રિલે વિશ્વ હેરિટેજ દિવસ ઉજવવામાં આવે છે
- શહેરની ફરતે વિવિધ 12 મુખ્ય દરવાજાઓ બનાવવામાં આવ્યા હતા
- અંગ્રેજો દ્વારા પણ દરવાજાનું નિર્માણ કરવામાં આવ્યું હતું
અમદાવાદઃશહેરને હેરિટેજ સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. જેને લઇને, અમદાવાદ શહેરના લોકો સહિત સમગ્ર ગુજરાતના લોકો આજે ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. ત્યારે, અમદાવાદ શહેરની સ્થાપના જયારે કરવામાં આવી ત્યારે શહેરની ફરતે દિવાલ બનાવવામાં આવી હતી. આ વાત આશરે ઇ.સ. 1411ની છે. વિવિધ સમયગાળા દરમિયાન, શહેરની ફરતે વિવિધ 12 મુખ્ય દરવાજાઓ બનાવવામાં આવ્યા હતા. આ સાથે, અન્ય નાના-નાના દરવાજાઓ પણ બનાવવામાં આવ્યા હતા.
વિશ્વ હેરિટેજ દિવસઃ અમદાવાદના 12 દરવાજાઓ આજે પણ હેરિટેજનો ભાગ આ પણ વાંચો:વિશ્વ હેરિટેજ દિવસ : અમદાવાદની પોળ એટલે નરી અને નક્કર જીવંતતા
દરવાજાઓ સ્મારક તરીકે હજુ પણ અડીખમ
અહમદશાહ દ્વારા પ્રથમ કિલ્લો ભદ્રનો કિલ્લો માણેક બૂર્જ પર બાંધવામાં આવ્યો હતો. ભદ્રના કિલ્લાના દરવાજા સિવાય અન્ય 8 દરવાજાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, અહમદ શાહ દ્વારા 12 દરવાજાવાળો બીજો કિલ્લો બનાવવામાં આવ્યો હતો. આ સાથે, અન્ય બીજા નાના-નાના દરવાજાઓ હતા. ત્યારબાદ, અંગ્રેજો દ્વારા દરવાજાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલમાં, શહેરના કિલ્લાની દિવાલો સમય જતા તુટી ગઇ છે. પરંતુ, દરવાજાઓ સ્મારક તરીકે અડીખમ ઉભા છે.
આ પણ વાંચો:જૂનાગઢના પ્રાચીન સ્થાપત્યો પાછળ પાછલા બે વર્ષમાં નથી થયો કોઈ નોંધપાત્ર ખર્ચઃ રાજ્ય સરકાર
અમદાવાદ શહેરના દરવાજાઓ
- શાહપુર દરવાજા
- હલીમ દરવાજા
- સારંગપુર દરવાજા
- દિલ્હી દરવાજા
- રાયપુર દરવાજા
- આસ્ટોડિયા દરવાજા
- ખરું દરવાજા
- રાયખડ દરવાજા
- માણેક દરવાજો
- મહુધા દરવાજા
- દરિયાપુર દરવાજા
- કાલુપુર દરવાજા
- જમાલપુર દરવાજા
- ખાનપુર દરવાજા
- ખાન-એ-જહાં દરવાજા
અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલા દરવાજા - પ્રેમ દરવાજા
- પાંચકુવા દરવાજા