ગુજરાત

gujarat

ETV Bharat / city

સારું પરિણામ મેળવવું હોય તો શું કરવું, વિદ્યાર્થીઓએ આપી સલાહ - હોંશિયાર વિદ્યાર્થીઓની સલાહ

રાજ્યમાં આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર (STD 12 Commerce Result declared) થયું છે. ત્યારે અમદાવાદના વિદ્યાર્થીઓએ પણ સારું પરિણામ મેળવતા તેમનામાં ખુશીની લહેર જોવા મળી હતી. તો આવો જાણીએ વિદ્યાર્થીઓએ આ પરિણામ મેળવવા કેટલી મહેનત (Good result of Ahmedabad students) કરી હતી.

સારું પરિણામ મેળવવું હોય તો શું કરવું, વિદ્યાર્થીઓએ આપી સલાહ
સારું પરિણામ મેળવવું હોય તો શું કરવું, વિદ્યાર્થીઓએ આપી સલાહ

By

Published : Jun 4, 2022, 2:04 PM IST

અમદાવાદઃ ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે (શનિવારે) જાહેર (STD 12 Commerce Result declared) થઈ ગયું છે. આ વખતે સમગ્ર રાજ્યનું કુલ પરિણામ 86.91 ટકા આવ્યું છે. અમદાવાદ કોર્પોરેશનનું પરિણામ 79.87 ટકા અને અમદાવાદ ગ્રામ્યનું 81.92 ટકા પરિણામ આવ્યું છે. એટલે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષનું પરિણામ સારું (Good result of Ahmedabad students) આવ્યું છે.

મહેનત પ્રમાણે મળ્યું પરિણામ

આ પણ વાંચો-સામાન્ય પરિવારમાંથી આવતા બાળકોએ સારું પરિણામ મેળવતાં જ તો શાળાએ કરી નવી જાહેરાત

મહેનત પ્રમાણે મળ્યું પરિણામ - આ પરીક્ષામાં સારું પરિણામ મેળવનારા વિદ્યાર્થી પાર્શ્વ શાહે જણાવ્યું હતું કે, જેટલી મહેનત કરી હતી તેવું પરિણામ મળ્યું છે. જ્યારે કોઈ પણ વિદ્યાર્થીનું ખરાબ પણ પરિણામ આવ્યું હોય તો નિરાશ ન થવું જોઈએ. કેમ કે, આ જીવનની છેલ્લી પરીક્ષા નથી.

આ પણ વાંચો-STD 12 Commerce Result : ધોરણ 12ના પરિણામ પછી કભી ખુશી કભી ગમ જેવો માહોલ

સારું પરિણામ ન મેળવાનારા વિદ્યાર્થીઓને સલાહ - તો અન્ય એક વિદ્યાર્થિનીએ જણાવ્યું (Advice of Clever Students) હતું કે, જે રીતે અમે મહેનત કરી હતી. તેના કરતાં વધારે સારું પરિણામ મળ્યું છે. જ્યારે મહેનત કરવા માટે એક ટાઈમ ટેબલ બનાવ્યું હતું. તો આ પરિણામ પાછળ માતાપિતાએ ઘણો સપોર્ટ કર્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details