- બે દિવસમાં એક પણ બાળક પર વિપરીત અસર નહીં : કોર્પોરેશન
- એક્સપર્ટની ટીમ દ્વારા રસીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સર્વે કરાશે
- કોર્પોરેશનના 85થી 90 સેન્ટર પર અપાશે રસી
ગાંધીનગર : ભારત સરકાર(Government of India)ના દ્વારા નિયમિત રસીકરણ કાર્યક્રમમાં એક નવી વેક્સિન ન્યુમોકોકલ કોંજુગેટે વેક્સિન (PCV)ને સામેલ કરવામાં આવી છે. આ રસીથી બાળકોને ન્યુમોનિયા તથા મગજના તાવ સામે સુરક્ષા પ્રદાન કરવામાં મદદ મળે છે. અત્યાર સુધી ટીબી ,પોલિયો, ડીપ્થેરિયા, હિપેટાઇટિસ બી, ટીટેનસ, મિસલ, રુબેલા અને રોટા વાયરસ જેવી ગંભીર બિમારીથી રક્ષણ આપતી રસી(vaccine that protects against the disease)સરકાર તરફથી વિનામૂલ્યે દરેક સરકારી દવાખાના(Government Hospital)માં ઉપલબ્ધ છે. જેમાં બે દિવસ પહેલા જ નવી રસી pcv એડ કરવામાં આવી છે. જે હવે સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં દરેક સરકારી દવાખાના પર વિનામૂલ્યે મળી રહેશે.
આગામી સમયમાં બેથી ત્રણ ડોઝ પૂર્ણ થયા બાદ સર્વે થશે
હેલ્થ વિભાગ(Department of Health)ની ટીમ તરફથી મળતી માહિતી મુજબ બાળકોને pvc રસીના ડોઝમાં પ્રથમ ડોઝ બાળકના છ અઠવાડિયામાં, બીજો ડોઝ 14 અઠવાડિયા બાદ અને બૂસ્ટર ડોઝ નવ મહિના મુકવાનો રહેશે. રસીને લઈને વધુમાં જણાવ્યું હતું કે, રસીના ડોઝ પૂર્ણ થયા બાદ એક સર્વે કરવામાં આવશે. આ સર્વે પૂર્ણ થયા બાદ જ રસીની અસરો, કેસોમાં ઘટાડો વગેરે વિશે ખ્યાલ આવી શકે છે.