ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Market India: શેરબજારની નબળી શરૂઆતથી રોકાણકારોનું તૂટ્યું મનોબળ - વૈશ્વિક શેરબજાર

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે શરૂ થયું છે. આજે સવારે 9.20 વાગ્યે સેન્સેક્સ (Sensex) 113.63 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 13.60 પોઈન્ટના ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે.

Share Market India: શેરબજારની નબળી શરૂઆતથી રોકાણકારોનું તૂટ્યું મનોબળ
Share Market India: શેરબજારની નબળી શરૂઆતથી રોકાણકારોનું તૂટ્યું મનોબળ

By

Published : Jun 15, 2022, 9:55 AM IST

અમદાવાદઃ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. તેના કારણે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે શરૂ થયું છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 113.63 પોઈન્ટ (0.22 ટકા)ની નબળાઈ સાથે 52,579.94ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 13.60 પોઈન્ટ (0.09 ટકા)ના ઘટાડા સાથે 15,718.50ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચો-શું ફરી RBI વ્યાજના દરોમાં કરશે વધારો ?

આ શેર્સ આજે ચર્ચામાં રહેશે -એશિયન પેઈન્ટ્સ (Asian Paints), પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ (PNB Housing Finance), એન્જિનિયર્સ ઈન્ડિયા (Engineers India), જીપીટી ઈન્ફ્રાપ્રોજેક્ટ્સ (GPT Infraprojects), જીઆર ઈન્ફ્રાપ્રોજેક્ટ્સ (GR Infraprojects), પ્રિકોલ (Pricol), સ્પંદન સ્ફૂર્તિ ફાઈનાન્શિઅલ (Spandana Sphoorty Financial), વિપ્રો (Wipro), દેવ ઈન્ફર્મેશન ટેકનોલોજી (Dev Information Technology).

આ પણ વાંચો-વાહન વીમો રિન્યૂ ન કરવાથી ભોગવવા પડી શકે છે વિપરીત પરિણામો

વૈશ્વિક બજારની સ્થિતિ -એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 10 પોઈન્ટ ઉપર જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ 0.73 ટકાના ઘટાડા સાથે 26,435.01ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.25 ટકાની તેજી જોવા મળી રહી છે. આ સિવાય તાઈવાનનું બજાર 0.04 ટકાના સામાન્ય ઘટાડા સાથે 16,040.44ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. આ ઉપરાંત હેંગસેંગ 1.18 ટકાની તેજી સાથે 21,315.65ના સ્તર પર જોવા મળી રહ્યો છે. બીજી તરફ કોસ્પીમાં 1.18 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. સાથે જ શાંઘાઈ કોમ્પોઝિટ 1 ટકાની તેજી સાથે 3,321.92ના સ્તર પર જોવા મળી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details