મુંબઈ :ચાલુ સપ્તાહના છેલ્લા દિવસે BSE Sensex અને NSE Nifty અનુક્રમે 193 અને 61 પોઈન્ટના ઉછાળા સાથે ખુલી રોકાણકારોમાં સારા પ્રોફીટની આશા જગાવી હતી. દિવસ દરમિયાન તેજીના વલણને જાળવી રાખી શેરમાર્કેટમાં ખૂબ સારી રિકવરી આવી છે. BSE Sensex 493 પોઈન્ટના ઉછાળા સાથે 67,481 ના મથાળે બંધ થયો હતો. જ્યારે NSE Nifty ઈનડેક્સ પણ લગભગ 135 પોઈન્ટ વધીને 20,268 પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, ચાલુ અઠવાડિયામાં બંને ઇન્ડેક્સમાં ભારે ઉતાર-ચડાવ જોવા મળ્યા હતા. જોકે, સપ્તાહના અંતે રોકાણકારોને આંશિક રાહત મળી છે.
BSE Sensex : આજે 1 ડિસેમ્બર શુક્રવારના રોજ BSE Sensex 193 પોઈન્ટ ઉછળીને 67,181 પર શરુઆત કરી હતી. દિવસ દરમિયાન તેજીના વલણને જાળવી રાખી ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex 493 પોઈન્ટ ઉછાળા સાથે 67,481 ના ઉંચા મથાળે બંધ થયો હતો. શરુઆતી કારોબારમાં BSE Sensex 67,149 ડાઉન ગયો હતો. પરંતુ ત્યારબાદ જોરદાર લેવાલીના પગલે 415 પોઈન્ટની રિકવરી સાથે મહત્તમ 67,564 પોઈન્ટની ઊંચાઈ પર પહોંચ્યો હતો. ઉલ્લેખનિય છે કે, ગતરોજ BSE Sensex 66,988 પોઈન્ટ પર બંધ થયો હતો.
NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 135 પોઈન્ટ વધીને 20,268 ના મથાળે બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 61 પોઈન્ટ વધીને 20,194 ના મથાળા પર ખુલ્યો હતો. જોકે, દિવસ દરમિયાન બજારના જોરદાર પ્રદર્શન બાદ 20,291 પોઈન્ટની ઊંચાઈ અને ડાઉન 20,183 સુધી જ ગયો હતો. ગતરોજ Nifty NSE Nifty ઈનડેક્સ 20,133 પોઈન્ટ પર બંધ થયો હતો.