નવી દિલ્હીઃ 1 એપ્રિલ, 2023થી આવકવેરાના નિયમોમાં ઘણા ફેરફાર થવા જઈ રહ્યા છે. નાણાકીય વર્ષ 2023-24 (મૂલ્યાંકન વર્ષ 24-25) માટે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આવકવેરાના નિયમોમાં ઘણા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. 2023-24નું બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં અનેક ફેરફારોની જાહેરાત કરી હતી. આ સાથે સંસદમાં બજેટ પસાર થયા બાદ સુધારા દ્વારા કેટલાક ફેરફારો પણ કરવામાં આવ્યા છે. હવે જ્યારે નાણાકીય વર્ષ 2022-23 પૂરા થવામાં માત્ર બે દિવસ બાકી છે ત્યારે આપણે સમજવું જરૂરી છે કે શું ફેરફારો થવાના છે.
ડિફોલ્ટ સિસ્ટમ:1 એપ્રિલ, 2023 થી જે મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે તે એ છે કે જ્યારે પણ તમે આવકવેરા માટે લૉગિન કરશો, ત્યારે તમને ડિફોલ્ટ વિકલ્પ સાથે નવી કર વ્યવસ્થાની પસંદગી મળશે. આ વખતે, જો તમારે જૂની ટેક્સ સિસ્ટમ હેઠળ ફોર્મ ભરવાનું હોય, તો તમારે તે પસંદ કરવાનું રહેશે. આનો અર્થ એ છે કે જો કોઈ વ્યક્તિ ITR ફાઈલ કરતી વખતે બેમાંથી કઈ વ્યવસ્થા હેઠળ ટેક્સનું મૂલ્યાંકન કરવા માંગે છે તે સ્પષ્ટ કરતું નથી, તો નવી કર વ્યવસ્થા આપમેળે પસંદ કરવામાં આવશે.
આ પણ વાંચોઃH-1B વિઝા પર યુએસ કોર્ટના નિર્ણયથી હજારો ભારતીયોને થશે ફાયદો, જાણો શું છે આ નિર્ણય
નવી કર વ્યવસ્થા:બીજી મહત્વની વાત એ છે કે, નવી ટેક્સ સિસ્ટમમાં જો કોઈ વ્યક્તિની કુલ આવક 7 લાખ રૂપિયા સુધીની છે તો તેના પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. આ વખતે બજેટમાં આ નવી કર વ્યવસ્થા હેઠળ કર મુક્તિ મર્યાદા 5 લાખ રૂપિયાથી વધારીને 7 લાખ રૂપિયા કરવામાં આવી છે.
જૂની ટેક્સ સિસ્ટમ:ત્રીજી સૌથી મહત્વની બાબત એ છે કે, જો જૂની ટેક્સ સિસ્ટમ પસંદ કરીને ITR ફાઈલ કરવામાં આવે છે, તો 50,000 રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ લઈ શકાય છે. આ વખતે પણ તેમાં કોઈ ફેરફાર થયો નથી.
આવકવેરા સ્લેબ: નવા કર દરો છે: