અમદાવાદ સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજાર (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 770.48 પોઈન્ટ (1.29 ટકા) તૂટીને 58,766.59ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 261.50 પોઈન્ટ (1.22 ટકા)ના ઘટાડા સાથે 17,542.80ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ સેન્સેક્સ 59,000 અને નિફ્ટી 18,000ની નીચે પહોંચી ગયો છે.
આ પણ વાંચોઆજના આ મોટા ફેરફારોથી તમારા ખિસ્સા પર પડી શકે છે અસર