ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India છેલ્લા દિવસે શેરબજારની ફ્લેટ શરૂઆત - Bombay Stock Exchange News

સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત (Stock Market India) ફ્લેટ થઈ છે. આજે સવારે 9.24 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 101.94 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 9.35 ટકાના સામાન્ય વધારા સાથે પર જોવા મળ્યો હતો.

Stock Market India છેલ્લા દિવસે શેરબજારની ફ્લેટ શરૂઆત
Stock Market India છેલ્લા દિવસે શેરબજારની ફ્લેટ શરૂઆત

By

Published : Nov 4, 2022, 9:36 AM IST

અમદાવાદવૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજારની શરૂઆત (Stock Market India) ફ્લેટ થઈ છે. આજે સવારે 9.24 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 101.94 પોઈન્ટ (0.17 ટકા)ના વધારા સાથે 60,938.35ના સ્તર પર વેપાર કરી રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 9.35 ટકા (0.02 ટકા)ના વધારા સાથે 18,054.50ના સ્તર પર જોવા મળ્યો હતો.

વૈશ્વિક બજારની સ્થિતિઆજે એશિયન બજારમાં મિશ્ર વેપાર થઈ રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 9.50 પોઈન્ટ ઉછળ્યો છે. જ્યારે નિક્કેઈ 2.03 ટકાના ઘટાડા સાથે 27,103.17ની આસપાસ વેપાર કરી રહ્યો છે. બીજી તરફ સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.47 ટકાના વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. તો તાઈવાનનું બજાર 0.25 ટકાના ઘટાડા સાથે 12,954.46ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. આ ઉપરાંત હેંગસેંગ 4.14 ટકાના વધારા સાથે 15,974.09ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો કોસ્પીમાં ફ્લેટ વેપાર થઈ રહ્યો છે. જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટ 1.46 ટકાના વધારા સાથે 3,041.54ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ સ્ટોક્સમાં થઈ શકે છે ફાયદોઅમારા રાજા (Amara Raja), જેકે લક્ષ્મી સિમેન્ટ (JK Lakshmi Cement), સિયારામ સિલ્ક મિલ્સ (Siyaram Silk Mills), એસકેએફ (SKF), સફાયર ફૂડ્સ (Sapphire Foods).

ABOUT THE AUTHOR

...view details