ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India નબળાઈ સાથે શરૂ થયું શેરબજાર, સેન્સેક્સ 270 પોઈન્ટ ગગડ્યો - વૈશ્વિક શેરબજાર

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત નબળાઈ સાથે થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 270.48 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 79 પોઈન્ટના ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે.

Stock Market India નબળાઈ સાથે શરૂ થયું શેરબજાર, સેન્સેક્સ 270 પોઈન્ટ ગગડ્યો
Stock Market India નબળાઈ સાથે શરૂ થયું શેરબજાર, સેન્સેક્સ 270 પોઈન્ટ ગગડ્યો

By

Published : Nov 3, 2022, 9:37 AM IST

અમદાવાદવૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરૂવારે) ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત નબળાઈ સાથે થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 270.48 પોઈન્ટ (0.44 ટકા)ના ઘટાડા સાથે 60,635.61ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 79 પોઈન્ટ (0.44 ટકા) તૂટીને 18,003.80ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ સ્ટોક્સ ચર્ચામાં રહેશેત્રિવેણી ટર્બાઈન (Triveni Turbine), જિન્દાલ સ્ટેઈનલેસ (Jindal Stainless), પિરામલ એન્ટરપ્રાઇસીઝ (Piramal Enterprises), દાલમિયા ભારત (Dalmia Bharat), આરવીએનએલ (RVNL), એમટાર ટેક (MTAR Tech).

વૈશ્વિક બજારની સ્થિતિઆજે એશિયન બજારમાં ઘટાડા સાથે વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 167 પોઈન્ટ ગગડ્યો છે. જ્યારે નિક્કેઈ 0.06 ટકાના ઘટાડા સાથે 27,663.39ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 1.26 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથે જ તાઈવાનનું બજાર 0.98 ટકાના ઘટાડા સાથે 12,971.52ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 2.26 ટકાના ઘટાડા સાથે 15,468.94ના સ્તર પર જોવા મળી રહ્યો છે. બીજી તરફ કોસ્પીમાં 0.61 ટકાના ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.22 ટકાના ઘટાડા સાથે 2,996.75ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details