ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India પહેલા જ દિવસે શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 122 પોઈન્ટ તૂટ્યો - National Stock Exchange News

સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત ઘટાડા સાથે થઈ છે. આજે સવારે 9.19 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 122.88 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 35.90 પોઈન્ટના ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે.

Stock Market India પહેલા જ દિવસે શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 122 પોઈન્ટ તૂટ્યો
Stock Market India પહેલા જ દિવસે શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 122 પોઈન્ટ તૂટ્યો

By

Published : Nov 28, 2022, 9:34 AM IST

અમદાવાદવૈશ્વિક શેરબજાર તરફથી (World Stock Market) મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત ઘટાડા સાથે થઈ છે. આજે સવારે 9.19 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 122.88 પોઈન્ટ (0.20 ટકા)ના ઘટાડા સાથે 62,170.76ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 35.90 પોઈન્ટ (0.19 ટકા) તૂટીને 18,476.90ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

વૈશ્વિક બજારની સ્થિતિઆ તમામની વચ્ચે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી 66 પોઈનટ ગગડ્યો છે. જ્યારે નિક્કેઈ 0.62 ટકાના ઘટાડા સાથે 28,107.79ની આસપાસ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.62 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. તો તાઈવાનનું બજાર 1.17 ટકાના ઘટાડા સાથે 14,605.82ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. ઉપરાંત હેંગસેંગ 2.27 ટકાના ઘટાડા સાથે 17,174.06ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો કોસ્પીમાં 0.95 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ શાંઘાઈ કોમ્પોઝિટ 1.05 ટકાના ઘટાડા સાથે 3,069.13ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ આંકડા પર રહેશે નજરનિફ્ટી બેન્ક, કૉલ ઓપ્શન ડેટા, પૂટ ઓપ્શન ડેટા, FII અને DIIના આંકડા પર નજર રહેશે.

ABOUT THE AUTHOR

...view details