ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India માર્કેટની નબળી શરૂઆત, સેન્સેક્સ હજી 61000ની નીચે - નેશનલ સ્ટોક એક્સચેન્જ ન્યૂઝ

સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત નબળાઈ સાથે થઈ છે. આજે સવારે સેન્સેક્સ (Bombay Stock Exchange News) અને નિફ્ટીમાં (National Stock Exchange News) ઘટાડો જોવા મળતા રોકાણકારો ચિંતામાં મુકાઈ ગયા છે.

Stock Market India માર્કેટની નબળી શરૂઆત, સેન્સેક્સ હજી 61000ની નીચે
Stock Market India માર્કેટની નબળી શરૂઆત, સેન્સેક્સ હજી 61000ની નીચે

By

Published : Jan 6, 2023, 10:07 AM IST

અમદાવાદવૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત નબળાઈ સાથે થઈ છે. આજે સવારે 9.22 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 23.39 પોઈન્ટ (0.04 ટકા)ના ઘટાડા સાથે 60,329.88ના સ્તર પર જોવા મળી રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 12.10 પોઈન્ટ (0.07 ટકા)ની નબળાઈ સાથે 17,980.05ના સ્તર પર વેપાર કરી રહ્યો હતો.

આ પણ વાંચોBudget 2023: ક્યારેક 15001 રૂપિયાની આવક પર 31 ટકા ટેક્સ ભરવો પડતો

વૈશ્વિક બજારની સ્થિતિએસ એન્ડ પી 500 44.87 પોઈન્ટના ઘટાડા સાથે 3,808.10ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 6.50 પોઈન્ટના વધારા સાથે 18,071.50ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ 176.03 પોઈન્ટના ઉછાળા સાથે 25,996.83ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. ઉપરાંત શાંઘાઈ કોમ્પોઝિટ 11.69 પોઈન્ટના વધારા સાથે 3,166.91ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચોક્રેડિટ કાર્ડ તમારા ક્રેડિટ ઇતિહાસને કરે છે અસર, જાણો કઈ વાતનું ધ્યાન રાખવુ જોઈએ

HDILના પ્રમોટર્સ સામે કાર્યવાહીCBIએ HDILના પ્રમોટર્સ રાકેશ વાધવાન અને સારંગ વાધવાન સામે સબસિડિયરી ગુરૂઆશિષ કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા 140 કરોડ રૂપિયાના બેન્ક કૌભાંડનો કેસ નોંધ્યો છે. અધિકારીઓએ આ અંગે ગુરુવારે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, 4,300 કરોડ રૂપિયાનું પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો ઑપરેટિવ બેન્ક કૌભાંડ મામલામાં ફસાયેલા વેપારીઓ સામે યુનિયન બેન્ક ઑફ ઇન્ડિયાની ફરિયાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details