ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India શેરબજારની પહેલા જ દિવસે નબળી શરૂઆત - વૈશ્વિક શેરબજાર

સપ્તાહના પહેલા જ દિવસે આજે ભારતીય શેરબજારની શરૂઆત (Stock Market India) નબળી થઈ છે. આજે સવારે 9.30 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 84.20 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 60.70 પોઈન્ટના ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે.

Stock Market India શેરબજારની પહેલા જ દિવસે નબળી શરૂઆત
Stock Market India શેરબજારની પહેલા જ દિવસે નબળી શરૂઆત

By

Published : Oct 17, 2022, 9:38 AM IST

અમદાવાદવૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના પહેલા જ દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજારની શરૂઆત (Stock Market India) પણ નબળી થઈ છે. આજે સવારે 9.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News ) 84.20 પોઈન્ટ (0.15 ટકા)ના ઘટાડા સાથે 57,835.77ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 60.70 પોઈન્ટ (0.35 ટકા) ગગડીને 17,125ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ સ્ટોક્સમાં રોકાણથી થઈ શકે છે ફાયદોશ્રી સિમેન્ટ (Shree Cement), એવન્યૂ સુપરમાર્ટ (Avenue Supermart), તાતા એલક્સી (Tata Elxsi), કેસોરમ ઈન્ડસ્ટ્રીઝ (Kesoram Industries), ઑઇલ ઇન્ડિયા (OIL India), ઓબેરોય રિયલ્ટી (Oberoi Realty), એચડીએફસી બેન્ક (HDFC Bank), જસ્ટ ડાયલ (Just Dial)

વૈશ્વિક બજારની સ્થિતિઆજે એશિયન બજારમાં (World Stock Market) મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી 125.50 પોઈન્ટ ગગડ્યો છે. જ્યારે નિક્કેઈ 1.43 ટકાના ઘટાડા સાથે 26,703ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 1.53 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. બીજી તરફ તાઈવાનનું બજાર 2.18 ટકાના ઘટાડા સાથે 12,842.38ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 1.27 ટકાના ઘટાડા સાથે 16,376.69ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. તો કોસ્પીમાં 0.07 ટકાના સામાન્ય ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટ 0.17 ટકાના ઘટાડા સાથે 3,066.72ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details