ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India પહેલા જ દિવસે શેરબજારની નબળી શરૂઆત - World Stock Market

સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત (Stock Market India) નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 564.77 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 172.30 પોઈન્ટના ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે.

Stock Market India પહેલા જ દિવસે શેરબજારની નબળી શરૂઆત
Stock Market India પહેલા જ દિવસે શેરબજારની નબળી શરૂઆત

By

Published : Sep 26, 2022, 9:59 AM IST

અમદાવાદવૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત (Stock Market India) પણ નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 564.77 પોઈન્ટ (0.97 ટકા)ના ઘટાડા સાથ 57,534.15ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 172.30 પોઈન્ટ (0.99 ટકા)ના ઘટાડા સાથે 17,155ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ સ્ટોક્સ ચર્ચામાં રહેશેસ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા (State Bank of India), કોલ ઇન્ડિયા (Coal India), હર્ષા એન્જિનિયર્સ ઇન્ટરનેશનલ (Harsha Engineers International), પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ (PI Industries), બ્રિટેનિયા ઇન્ડસ્ટ્રીઝ (Britannia Industries), રેલટેલ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (RailTel Corporation of India), એમ્બસી ઑફિસ પાર્ક્સ આરઈઆઈટી (Embassy Office Parks REIT), સ્પંદન સ્ફૂર્તિ ફાઈનાન્શિયલ (Spandana Sphoorthy Financial).

વૈશ્વિક બજારની સ્થિતિએશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 143 પોઈન્ટ ગગડ્યો છે. જ્યારે નિક્કેઈ 1.97 ટકાના ઘટાડા સાથે 26,619.53ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.76 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. જ્યારે તાઈવાનનું બજાર 1.75 ટકા તૂટીને 13,871.15ના સ્તર પર વેપાર થઈ રહ્યો છે. તો હેંગસેંગ 0.41 ટકાના વધારા સાથે 18,006.63ના સ્તર પર જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત કોસ્પીમાં 2.56 ટકાના ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. બીજી તરફ શાંઘાઈ કોમ્પોઝિટ 0.33 ટકાના વધારા સાથે 3,098.43ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details