અમદાવાદવૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરૂવારે) ભારતીય શેરબજાર (Stock Market india) ઉછાળા સાથે શરૂ થયું છે. આજે સવારે 9.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 166.76 પોઈન્ટ (0.27 ટકા)ના વધારા સાથે 60,824.21ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 68.50 પોઈન્ટ (0.38 ટકા)ના ઉછાળા સાથે 18,111.45ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ સ્ટોક્સથી થઈ શકે છે ફાયદો બજાજ ફાઈનાન્સ (Bajaj Finance), મેરિકો (Marico), મહિન્દ્રા ફાઈનાન્સ (Mahindra Finance), સોમેની સિરામિક્સ (Somany Ceramics), ચેન્નઈ રેટ્રો (Chennai Retro), એઆરપીએલ (MRPL), સ્પાઈસજેટ (Spicejet), ઈન્ટરગ્લોબ (Interglobe).