ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India શેરબજારમાં પહેલા જ દિવસે 1000 પોઈન્ટનો કડાકો - world stock market today

સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. આજે સવારે સેન્સેક્સ 1,210.62 પોઈન્ટ અને 297.35 પોઈન્ટના ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે. stock market india.

Stock Market India શેરબજારમાં પહેલા જ દિવસે 1000 પોઈન્ટનો કડાકો
Stock Market India શેરબજારમાં પહેલા જ દિવસે 1000 પોઈન્ટનો કડાકો

By

Published : Aug 29, 2022, 9:52 AM IST

અમદાવાદ વૈશ્વિક શેરબજાર (world stock market today) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજારની (stock market india today news) શરૂઆત કડાકા સાથે થઈ છે. આજે સવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 1,210.62 પોઈન્ટ (2.06 ટકા)ના ઘટાડા સાથે 57623.25ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 297.35 પોઈન્ટ (1.69 ટકા) તૂટીને 17,261.55ના સ્તર પર વેપાર (stock market india) કરી રહ્યો છે.

આ પણ વાંચોગુજરાત અને સુઝુકી વચ્ચેનો સંબંધ, બાત નીકલી હૈ તો દૂર તક જાયેગી

વૈશ્વિક બજારની સ્થિતિઆજે એશિયન બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 368 પોઈન્ટ ગગડ્યો છે. જ્યારે નિક્કેઈ 2.76 ટકાના ઘટાડા સાથે 27,851.68ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 1 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. જ્યારે તાઈવાનનું બજાર 2.22 ટકા તૂટીને 14,938.87ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 0.79 ટકાના ઘટાડા સાથે 20,009.79ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત કોસ્પીમાં 2.27 ટકાના ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.31 ટકાના ઘટાડા સાથે 3,226.29ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઆરોગ્ય વીમા ધારકો માટે ખુશીના સમાચાર, થશે મોટો ફાયદો

આ સ્ટોક્સમાં રોકાણથી થઈ શકે છે ફાયદોરોલેક્સ રિંગ્સ (Rolex Rings), આરવીએનએલ (RVNL), એસ્ટર ડીએમ (Aster DM), દિલીપ બિલ્ડકોન (Dilip Buildcon), ઈન્ગરસોલ રેન્ડ (Ingersoll Rand), એસ્ટ્રા માઈક્રો (Astra Micro), બીઈએલ (BEL), સિરમા સિગ્સ (Syrma Sgs), યુનાઈટેડ સ્પિરિટ્સ (United Spirits), મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (Mahindra and Mahindra).

ABOUT THE AUTHOR

...view details