ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 600 પોઈન્ટ ગગડ્યો - Union Budget 2023

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર (Stock Market India) કડાકા સાથે બંધ થયું છે. તેના કારણે રોકાણકારોએ પૈસા ગુમાવવાનો વારો આવ્યો છે. તો આજે સેન્સેક્સ (Bombay Stock Exchange News) અને નિફ્ટી (National Stock Exchange News) બંને ઘટાડા સાથે બંધ થયા છે.

Stock Market India શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 600 પોઈન્ટ ગગડ્યો
Stock Market India શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 600 પોઈન્ટ ગગડ્યો

By

Published : Jan 4, 2023, 3:55 PM IST

અમદાવાદ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજારમાં (Stock Market India) કડાકો જોવા મળ્યો છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 636.75 પોઈન્ટ (1.04 ટકા)ના ઘટાડા સાથે 60,657.45ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 189.60 પોઈન્ટ (1.04 ટકા) ગગડીને 18,042.95ના સ્તર પર બંધ થયો છે.

આજની માર્કેટની સ્થિતિ

આ પણ વાંચોStock Market India માર્કેટની નબળી શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટીમાં સામાન્ય ઘટાડો

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સડિવાઈસ લેબ્સ (Divis Labs) 1.26 ટકા, એચડીએફસી લાઈફ (HDFC Life) 0.66 ટકા, મારુતિ સુઝૂકી (Maruti Suzuki) 0.57 ટકા, ડો. રેડ્ડીઝ લેબ્સ (Dr Reddys Labs) 0.34 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ (UltraTech Cement) 0.20 ટકા.

આ પણ વાંચો2022 કરતાં વધુ મુશ્કેલ હશે 2023, વૈશ્વિક અર્થવ્યવસ્થાનો એક તૃતીયાંશ ભાગ મંદીમાં: IMFના વડા ક્રિસ્ટાલિના જૉર્જીવા

સૌથી વધુ ગગડેલા શેર્સજેએસડબ્લ્યુ સ્ટિલ (JSW Steel) -4.05 ટકા, હિન્દલ્કો (Hindalco) -3.74 ટકા, કૉલ ઇન્ડિયા (Coal India) -2.99 ટકા, ઓએનજીસી (ONGC) -2.14 ટકા, પાવર ગ્રિડ કોર્પ (Power Grid Corp) -2.13 ટકા.

IMF રિપોર્ટ કર્યો જાહેર ઇન્ડિયન મોનિટરી ફંડે (Indian Monetary Fund) સરકારની સાથે હાલમાં આર્થિક અને નાણાકીય સ્થિતિ તેમ જ તેમની પૉલિસી પર થયેલી ચર્ચા અંગે એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં પૉલિસીના મામલામાં એવી અનેક ભલામણોનો ઉલ્લેખ છે, જેની અસર આગામી યુનિયન બજેટ (Union Budget 2023) પર પડી શકે છે. IMFનું માનવું છે કે, સરકાર આ નાણાકીય વર્ષમાં ફિસ્કલ ડેફિસિટને 6.4 ટકાના ટાર્ગેટને હાંસલ કરી લેશે. જ્યારે આગામી નાણાકીય વર્ષમાં આ ગગડીને 6.2 ટકા રહેવાની આશા છે. તો આગામી નાણાકીય વર્ષમાં નોમિનલ GDP ગ્રોથ 12.4 ટકા રહેવાનું અનુમાન છે. તો આ નાણાકીય વર્ષમાં તે 15.4 ટકા રહે તેવી આશા છે.

ABOUT THE AUTHOR

...view details