અમદાવાદસપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજાર (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 300.44 પોઈન્ટ (0.51 ટકા)ના વધારા સાથે 59,141.23ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 91.40 પોઈન્ટ (0.52 ટકા)ના ઉછાળા સાથે 17,622.25ના સ્તર પર બંધ થયો છે.
રોકાણકારોમાં ખુશી જોકે, શેરબજારની (Stock Market India) શરૂઆત નબળાઈ સાથે થઈ હતી, પરંતુ દિવસભરની ઉથલપાથલ બાદ તેજી આવતા શેરબજાર (stock market india news today) ઉછાળા સાથે બંધ થતા રોકાણકારોમાં ખુશી જોવા મળી હતી.