અમદાવાદ સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરૂવારે) ભારતીય શેરબજાર સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 187.31 પોઈન્ટ (0.31 ટકા)ના ઘટાડા સાથે 60,858.43ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 57.50 પોઈન્ટ (0.32 ટકા) તૂટીને 18,107.85ના સ્તર પર બંધ થયો છે.
આ પણ વાંચોContingency Fund: આકસ્મિક ભંડોળ તમારી જરૂરી જરૂરિયાતો માટે છે, લક્ઝરી માટે નહીં
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સકૉલ ઇન્ડિયા 3.04 ટકા, યુપીએલ 2.03 ટકા, ઓએનજીસી 1.74 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ 1.04 ટકા, બીપીસીએલ 0.97 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સઅદાણી એન્ટરપ્રાઈઝ -3.80 ટકા, એશિયન પેઈન્ટ્સ -2.55 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક -2.06 ટકા, ટાઈટન કંપની -1.82 ટકા, કોટક મહિન્દ્રા -1.69 ટકા.
કોહીનૂર ફૂડ્સના શેર્સમાં 12 ટકા ઉછાળોકોહીનૂર ફૂડ્સના શેર્સમાં સારી તેજી જોવા મળી રહી છે. સારી ખરીદીના કારણે આ શેર્સમાં બુધવારે અપર સર્કિટ પણ જોવા મળ્યો હતો. આજે પણ તે લગભગ 12 ટકાથી વધુની તેજી સાથે વેપાર કરી રહ્યો છે. તો છેલ્લા 5 દિવસમાં આ શેર્સે રોકાણકારોને 36 ટકા જેટલું રિટર્ન આપ્યું છે. ગયા વર્ષે આ શેર્સે રોકાણકારોને લગભગ 860 ટકા જેટલું જોરદાર રિટર્ન આપ્યું છે. જ્યારે તે દરમિયાન નિફ્ટીમાં માત્ર 1 ટકા જેટલી તેજી જોવા મળી છે.
આ પણ વાંચોBudget 2023: બજેટ પહેલા અપેક્ષાઓનો જોર, બજારમાં તેજી જોવા મળશે
અતુલ ઑટોના શેર્સમાં ઉછાળોઅતુલ ઑટોના શેર્સ ઈન્ટ્રાડેમાં 7 ટકા ઉછળ્યો છે અને આ શેર 362.70 રૂપિયાના પોતાના 3 વર્ષના હાઈની સપાટીને અડતો જોવા મળ્યો હતો. ઈલેક્ટ્રિક વાહન ક્ષેત્રમાં પગ રાખવાની જાહેરાત પછી એક સપ્તાહમાં આ સ્ટોક્સે 29 ટકા કૂદકો લગાવ્યો છે.
કેન્દ્રિય બજેટ પર નજર કેન્દ્રિય બજેટ આવવામાં હવે 13 દિવસથી પણ ઓછા દિવસ બાકી છે. ત્યારે હવે ઈન્ડસ્ટ્રીઝને આશા છે કે, સરકાર આ બજેટમાં હાઉસિંગ સેક્ટર પર ફોકસ વધારશે. કેટલીક રાજ્ય સરકારોએ સ્ટેમ્પ ડ્યૂટીમાં કાપ મૂક્યો છે. તેવામાં આશા છે કે, કેન્દ્ર સરકારે પણ સ્ટેમ્પ ડ્યૂટી ઘટાડવી જોઈએ. આ સ્ટેમ્પ ડ્યૂટી ઘટવાથી ઘરોની માગ વધશે. હાઉસિંગ લોનના વ્યાજ પર ટેક્સ રાહત લિમિટ 5 લાખ સુધી વધશે. જ્યારે ફર્નિચર સેગમેન્ટમાં PLI સ્કીમ લાવવાની જરૂર છે. આ સ્કીમ આવવાથી ફર્નિચર સેગમેન્ટમાં ભારત નિકાસકાર બનશે.