અમદાવાદસપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજારમાં (Stock Market India) તેજીનો માહોલ જોવા મળ્યો હતો. તેના કારણે શેરબજાર ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 684.64 પોઈન્ટ (1.20 ટકા)ના વધારા સાથે 57,919.97ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 171.35 પોઈન્ટ (1.01 ટકા)ના વધારા સાથે 17,185.70ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ સેન્સેક્સ 58,000ની નજીક પહોંચી ગયો છે. જ્યારે નિફ્ટી હજી પણ 18,000ની સપાટીથી દૂર છે.
નિષ્ણાતના મતેટ્રેડબુલ્સ સિક્યોરિટીઝના CMD દિનેશ ઠક્કરે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમેરિકી બજારના મજબૂત બંધને પગલે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય બજાર (Stock Market India) સારા ગેપ સાથે ખૂલ્યું હતું. સ્થાનિક અર્નિંગે પણ સેન્ટિમેન્ટમાં સુધારો કર્યો છે. તો ITના કારણે અગ્રણી બેન્કો આગામી દિવસોમાં ખૂબ સારા આંકડા દર્શાવે તેવી શક્યતા છે. જ્યારે ફાર્મા અને આઈટી આ અઠવાડિયે મજબૂત રહેવાની ધારણા છે. તો સ્ટીલ, બાંધકામ અને કેપિટલ ગુડ્સ દબાણ હેઠળ રહી શકે છે.