બેંગલુરુ:વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ (making India developed nation) બનાવવા માટે ઈનોવેશન (Innovation to be key) ને મુખ્ય પરિબળ તરીકે ગણાવતા, નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે જણાવ્યું હતું કે, આ લક્ષ્ય હાંસલ કરવા માટે ડિજિટાઇઝેશનની અંદર અપાર સંભાવનાઓ છે.
ઈનોવેશન ચાવીરૂપ: અહીં કર્ણાટક ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા સીતારામણે કહ્યું કે, કોવિડ 19 રોગચાળા દરમિયાન અને તેના તુરંત બાદ પણ તેજીનું વાતાવરણ જળવાઈ રહે છે અને જો તમામ દેશવાસીઓ સાથે મળીને પ્રયત્નો કરે તો 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવા માટે ખૂબ મુશ્કેલ ન હોવું જોઈએ.
ઈનોવેશન મહત્વપૂર્ણ: સીતારામણે કહ્યું કે, હવેથી 2047 સુધીની સફરમાં ઈનોવેશન ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. ઇનોવેશનના કારણે જ આપણે અર્થતંત્ર સામે આવતી ઘણી સમસ્યાઓનો ઉકેલ શોધી શક્યા છીએ અને તેના આધારે આપણે વિકસિત અર્થવ્યવસ્થાનો દરજ્જો હાંસલ કરવાનું લક્ષ્ય હાંસલ કરી શકીએ છીએ. ડિજિટાઈઝેશનને વેગ આપવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. તેનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, તેને આગળ લઈ જવાનો ઘણો મોટો અવકાશ છે. તેમણે સેવા, શિક્ષણ અને સૉફ્ટવેર (SAAS) તરીકે સેવાઓનો ખાસ ઉલ્લેખ કર્યો છે.