મુંબઈ :આજે 20 જુલાઈ ગુરુવારના રોજ શેરબજારની શરુઆત ગઈકાલની સરખામણીએ સ્થિર રહી હતી. BSE Sensex આજે 67,074.34 પર શરુ થયો હતો. જે લગભગ 120 પોઈન્ટ ઘટાડો દેખાડે છે. જ્યારે NSE Nifty 19831.70 પોઈન્ટ પર ખુલ્યો હતો. આમ આજે તે મહત્વની સપાટીથી નીચે સરકી ગયો છે. બજારમાં વેચવાલીમાં IT, FMCG શેરોમાં સૌથી વધુ નરમાઈ છે. ઉલ્લેખનિય છે કે, ભારતીય શેરબજાર છેલ્લા ચાર-પાંચ દિવસોથી નવા રેકોર્ડ હાઈ પર બંધ થયા હતા. ઉપરાંત શરુઆતમાં પણ તેજી જોવા મળી હતી. ગઈકાલે BSE સેન્સેક્સ 302 પોઈન્ટ વધીને 67,097 પર બંધ રહ્યો હતો.
સ્થિર શરુઆત :ગુરુવારની બજારની શરુઆતમાં BSE Sensex ઇન્ડેક્સ 67,074.34 પર શરૂ થયો છે. જે ગતરોજ ટ્રેડિંગ સેશન દરમિયાન ઘટીને 66,703.61 હતો. ત્યાંથી નવી લેવાલી નીકળતાં 67,171.38ની નવી હાઈ બતાવીને ટ્રેડિંગ સેશનને અંતે 67,097.44 બંધ થયો હતો.
Niftyનો ઝડપી ઉછાળો :આજે NSE Nifty 19831.70 પોઈન્ટ પર ખુલ્યો હતો. જે ગતરોજ 19,802.95 ખુલીને શરૂમાં ઘટી 19,727.45 થયો હતો. પરંતુ ત્યાંથી ઝડપી ઉછાળો લઈને 19,851.70ની નવી હાઈ બનાવીને ટ્રેડિંગ સેશનને અંતે 19,833.15 બંધ થયો હતો.
મહત્વપૂર્ણ ટ્રિગર :સુસ્ત વૈશ્વિક સંકેતોના કારણે આજે બજારની શરુઆત સ્થિર લાગી રહી છે. ત્યારે આજના બજાર માટે અમુક પાસા મહત્વપૂર્ણ ટ્રિગર બની રહેશે. જેમાં DOW સતત 8મા દિવસે ઉછાળા સાથે 35000ને પાર થયો છે. જ્યારે JIO ફાઇનાન્સનું ડિમર્જર, RIL માં સ્પેશિયલ પ્રી-ઓપન સેશન મહત્વપૂર્ણ સંકેત છે. Nifty ના તગડા સ્ટોક ઈન્ફોસિસ અને HUL ના આજે પરિણામ આવશે. ઉપરાંત ગઈકાલે અને આજે આવેલા 7 F&O પરિણામો પણ આજના બજારને અસર કરી શકે છે.
વૈશ્વિક કોમોડિટી બજાર : હાલમાં વૈશ્વિક કોમોડિટી બજારમાં ભારે સુસ્તી જોવા મળી રહી છે. જેમાં ડોલર ઇન્ડેક્સમાં રિકવરીનું દબાણ જોવા મળ્યું છે, જે 100 ની નજીક હતું. જ્યારે છેલ્લા ક્વાર્ટરમાં ક્રૂડ ઓઈલ મામૂલી ઘટાડા સાથે 80 ડોલરની નીચે બંધ થયું હતું. US સાપ્તાહિક ક્રૂડ સ્ટોક પાઈલ્સમાં અપેક્ષા કરતા ઓછો ઘટાડો છે. એક મહત્વપૂર્ણ પાસું રજાઓ પણ છે. રજાઓમાં ડ્રાઇવિંગની માંગ નબળી હોવાના કારણ ગેસોલિનની માંગ ઘટી છે.
- Stock Market Bullish : શેરબજારમાં તેજી, સેન્સેક્સ 302 પોઈન્ટ વધુ ઉછળી નવી હાઈ પર
- SIP Investment : SIPમાં આ રીતે રોકાણ કરવાથી સારો નફો મળે છે, જાણો કઈ રીતે