ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Market India: શેરબજારને મળ્યો બૂસ્ટર ડોઝ, રોકાણકારો થયા રાજીના રેડ - Paradeep Phosphates IPO

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજાર (Share Market India) મજબૂતી સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 1,344.63 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 417 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો છે.

Share Market India: શેરબજારને મળ્યો બૂસ્ટર ડોઝ, રોકાણકારો થયા રાજીના રેડ
Share Market India: શેરબજારને મળ્યો બૂસ્ટર ડોઝ, રોકાણકારો થયા રાજીના રેડ

By

Published : May 17, 2022, 3:46 PM IST

અમદાવાદઃ ભારતીય શેરબજારને (Share Market India) આજે ઉછાળાનો બૂસ્ટર ડોઝ મળ્યો છે. તેના કારણે સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજાર (Share Market India) મજબૂતી સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 1,344.63 પોઈન્ટ (2.54 ટકા)ના વધારા સાથે 54,318.47ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 417 પોઈન્ટ (2.63 ટકા)ના ઉછાળા સાથે 16,259.30ના સ્તર પર બંધ થયો છે.

શેરબજારની આજની સ્થિતિ

આ પણ વાંચો-LIC Share Listing: LICના IPOનું ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટિંગ, રોકાણકારો રડ્યા

આ IPOમાં કરી શકો છો રોકાણ - પારદીપ ફોસ્ફેટ્સ (Paradeep Phosphates IPO)નો IPO આજે ખૂલી ગયો છે. આ ઈશ્યુમાં તમે 19 મે સુધી બોલી લગાવી શકો છો. આ ખાનગી ક્ષેત્રની દેશની સૌથી મોટી નોન યુરિયા અને DAP બનાવનારી કંપની છે, જેની શરૂઆત 1981માં થઈ હતી. આ અનેક પ્રકારના ફર્ટિલાઈઝર્સની મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિંગ કરે છે. આ કંપની IPOના માધ્યમીત 1,501 કરોડ રૂપિયા એકત્રિત કરવા માગે છે. આમાં 499.73 કરોડ રૂપિયાનો ઓફર ફોર સેલ (OFS) સામેલ છે. પારદીપ ફાસ્ફેટ્સમાં જુઆરી મૈરોક ફોસ્ફેટ્સ પ્રાઈવેટ લિમિટેડ (Juari Maroc Phosphates Pvt ZMPPL)માં 80.45 ટકા ભાગીદાર છે. જ્યારે 19.55 ટકા ભાગીદાર સરકાર છે. આ ઉપરાંત ઈથોસ લિમિટેડ કંપનીનો આઈપીઓ (Ethos Limited IPO) આવતીકાલે (18 મે)એ ખૂલશે. તેના માટે 20 મે સુધી બોલી લગાવી શકો છો. LICના નબળા લિસ્ટિંગની અસર આ સપ્તાહે ખૂલનારા IPO પર પડી શકે છે.

આ પણ વાંચો-જાણો, શેરબજારમાં રોકાણના ફાયદા અને ગેરફાયદા

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ -હિન્દલ્કો (Hindalco) 9.48 ટકા, તાતા સ્ટીલ (Tata Steel) 7.71 ટકા, કોલ ઇન્ડિયા (Coal India) 7.37 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટીલ (JSW Steel) 6.72 ટકા, ઓએનજીસી (ONGC) 6.45 ટકા.

સૌથી વધુ ગગડેલા શેર્સ -તાતા કન્સ્ટ્રક્શન પ્રોડ (Tata Construction Prod) -0.08 ટકા, શ્રી સિમેન્ટ્સ (Shree Cements) 0.60 ટકા.0

ABOUT THE AUTHOR

...view details