ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Market India: સતત બીજી વખત મજબૂત શરૂઆત, રોકાણકારોમાં નવી આશા - વૈશ્વિક બજાર

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજારની (Share Market India) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે સેન્સેક્સ (Sensex) 316.26 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 66.30 પોઈન્ટની મજબૂતી સાથે વેપાર કરી રહ્યો છે.

Share Market India: સતત બીજી વખત મજબૂત શરૂઆત, રોકાણકારોમાં નવી આશા
Share Market India: સતત બીજી વખત મજબૂત શરૂઆત, રોકાણકારોમાં નવી આશા

By

Published : May 18, 2022, 9:53 AM IST

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે)ભારતીય શેરબજારની (Share Market India) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 316.26 પોઈન્ટ (0.58 ટકા)ના વધારા સાથે 54,634.73ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 66.30 પોઈન્ટ (0.41 ટકા)ની મજબૂતી સાથે 16,325.60ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચો-LIC Share Listing: LICના IPOનું ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટિંગ, રોકાણકારો રડ્યા

આ શેર્સ પર રહેશે નજર -એચસીએલ ટેકનોલોજીસ (HCL Technologies), આઈઆઈએફએલ સિક્યોરિટીઝ (IIFL Securities), જીએઆઈએલ (GAIL), પ્રોફિટમાર્ટ સિક્યોરિટીઝ (Profitmart Securities), લાર્સન એન્ડ ટૂબ્રો (Larsen and Toubro), જિન્દાલ સ્ટિલ (Jindal Steel).

આ પણ વાંચો-ઇથોસ લિમિટેડનો IPO 18 મેના રોજ ખુલશે, રોકાણ કરાય કે નહી જાણો…

વૈશ્વિક બજારની સ્થિતિ -આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 23 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળ્યો છે. જ્યારે નિક્કેઈ 0.72 ટકાના વધારા સાથે 26,851.15ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.67 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. સાથે જ તાઈવાનનું બજાર 0.85 ટકાના ઉછાળા સાથે 16,192.35ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. આ સિવાય હેંગસેંગ 0.75 ટકાના વધારા સાથે 20,448.60ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો કોસ્પીમાં 0.14 ટકાના વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટ 0.56 ટકાના ઘટાડા સાથે 3,076.26ના સ્તર પર વેપાર કરી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details