ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Market India: સામાન્ય ઉછાળા સાથે શેરબજારની શરૂઆત, LICના IPO પર હશે સૌની નજર - LIC IPO Open

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.21 વાગ્યે સેન્સેક્સ (Sensex) 63.69 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 23.90 પોઈન્ટના ઉછાળા સાથે જોવા મળી રહ્યો છે.

Share Market India: સામાન્ય ઉછાળા સાથે શેરબજારની શરૂઆત, LICના IPO પર હશે સૌની નજર
Share Market India: સામાન્ય ઉછાળા સાથે શેરબજારની શરૂઆત, LICના IPO પર હશે સૌની નજર

By

Published : May 4, 2022, 9:30 AM IST

Updated : May 4, 2022, 9:52 AM IST

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Stock Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.21 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 63.69 પોઈન્ટ (0.11 ટકા)ના વધારા સાથે 57,039.68ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 23.90 પોઈન્ટ (0.14 ટકા)ના ઉછાળા સાથે 17,093ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-Petrol Diesel Price in Gujarat : રાજ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવને લઈને લોકો ત્રાહિમામ

વૈશ્વિક બજારની સ્થિતિ-આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 91 પોઈન્ટના વધારા સાથે જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ 0.11 ટકાના ઘટાડા સાથે 26,818.53ની આસપાસ જોવા મળી રહ્યો છે. સાથે જ તાઈવાનનું બજા 0.50 ટકાના ઉછાળા સાથે 16,581.16ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 0.82 ટકાના ઘટાડા સાથે 20,929.23ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. આ સિવાય કોસ્પીમાં 0.10 ટકાની નબળાઈ સાથે વેપાર થઈ રહ્યો છે.

આ પણ વાંચો-Gold Silver Price in Gujarat : ફરી સોના-ચાંદીના ભાવમાં ખળભળાટ

LIC IPOની જાણવા જેવી વાત-દેશભરમાં લાંબી રાહ જોયા પછી આજે દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન (LIC)નો IPO છૂટક રોકાણકારો (LIC IPO Open) માટે ખૂલી ગયો છે. LIC દરેક ભારતીય માટે એક જાણીતું નામ છે. આ IPOમાં રોકાણકારો 9 મે સુધી રોકાણ કરી શકશે. કંપનીએ પોતાના IPO માટે 902-949 રૂપિયા પ્રતિ શેરનો પ્રાઈસ બેન્ડ રાખ્યો છે. એક શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. આ સાથે જ LICએ પૉલિસીહોલ્ડર્સને પ્રતિશેર 60 રૂપિયા અને છૂટક રોકાણકારોને પ્રતિ શેર 45 રૂપિયાનું ડિસ્ટાઉન્ડ આપવાની પણ જાહેરાત કરી છે. આ IPOમાં બોલી લગાવનારા ઓછામાં ઓછા 1 લૉટ માટે 14,235 રૂપિયા લગાવવી પડશે. રોકાણકાર ઓછામાં ઓછા એક અને વધુને વધુ 14 લૉટ માટે બોલી લગાવી શકે છે.

Last Updated : May 4, 2022, 9:52 AM IST

ABOUT THE AUTHOR

...view details