અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. તેની સકારાત્મક અસર ભારતીય શેરબજાર (Share Market India) પડી છે. ત્યારે આજે (શુક્રવારે) સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.22 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 350.5 પોઈન્ટ (0.66 ટકા)ના વધારા સાથે 53,280.81ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 138 પોઈન્ટ (1 ટકા)ના વધારા સાથે 15,950ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો-RBI રેપો રેટમાં વધારો એ ફિક્સ્ડ ડિપોઝિટર્સ માટે વરદાન પણ લોનધારકોને નુકસાન
વૈશ્વિક બજારની સ્થિતિ -આજે એશિયન બજારમાં હરિયાળી જોવા મળી રહી છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 176 પોઈન્ટની ઉપર જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ 2.61 ટકાના વધારા સાથે 26,421.84ની આસપાસ જોવા મળી રહ્યું છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં પણ 1.49 ટકાની તેજી જોવા મળી રહી છે. જ્યારે તાઈવાનનું બજાર 1.30 ટકાના વધારા સાથે 15,819.25ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. સાથે જ હેંગસેંગ 1.89 ટકાની તેજી સાથે 19,747.28ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ સિવાય કોસ્પીમાં 1.65 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. આ ઉપરાંત શાંઘાઈ કોમ્પોઝિટ 0.51 ટકાના વધારા સાથે 3,070.66ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો-ડૉલર સામે રૂપિયાના ઘટાડાને કારણે ભારતનું આયાત બિલ વધી રહ્યું છે, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
આ શેર્સમાં રોકાણથી થશે ફાયદો -તાતા મોટર્સ (Tata Motors), સાયમન્સ (Siemens), પ્રજ ઈન્ડસ્ટ્રીઝ (Praj Industries), ઓઈલ ઇન્ડિયા (Oil India), એચઓઈસી (HOEC), મેટ્રીમોની (Matrimony), ઉજ્જિવન સ્મોલ ફાઈનાન્સ બેન્ક (Ujjivan Small Finance Bank), ક્રેડિયએક્સેસ ગ્રામીણ (Creditaccess Grameen), પૂનાવાલા ફિનકોર્પ (Poonawalla Fincorp), અનુપમ રસાયણ (Anupam Rasayan), ઓએનજીસી (ONGC), આઈઓસી (IOC), તાતા મોટર્સ ડીવીઆર (Tata Motors DVR), રિલેક્સો ફૂટવિઅર (Relaxo Footwear), રેડિકો ખૈતાન (Radico Khaitan), એસબીઆઈ (SBI).